ગુજરાતના માછીમારોને ડીઝલ સેલટેક્ષ-વેટમાં રાહતનો રાજય સરકારનો મહત્વનો નિર્ણય

May 16, 2018 at 2:53 pm


ગુજરાતના માછીમારોને ડીઝલ સેલટેક્ષ-વેટમાં રાહતનો રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાતા માછીમારોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
ગુજરાત રાજયના મત્સ્યોદ્યાેગ અને માછીમારોનો આિથર્ક વિકાસ થાય અને માછીમારો ગુજરાતના સામાન્ય પ્રવાહમાં જોડાય શકે તે માટે રાજય સરકારે માછીમારી ઉપર વપરાતા ડીઝલ ઉપર સેલટેક્ષ (વેટ) મુકત ડીઝલ માછીમારોને આપવાની યોજના બનાવેલ હતી એ યોજના અત્યાર સુધી ચાલુ હતી પરંતુ હાલમાં ઉકત યોજનામાં ફેરફાર કરી સરકાર દ્વારા નવી નિતી સાથે યોજના બનાવેલ તેમાં એક પરિવાર દીઠ એક જ બોટ ઉપર સેલટેક્ષ (વેટ) રાહત આપવાનું નકકી થતાં માછીમારોની આિથર્ક પરિિસ્થતિ અસામાન્ય રીતે ગંભીર થઇ ગઇ હતી તેથી માછીમારોમાં જબરો અસંતોષ ઉભો થયેલ હતો.
આ બાબતે પૂર્વકેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા જેમના હસ્તક મત્સ્યોદ્યાેગ વિભાગ પણ હતો અને હાલમાં પોરબંદર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પણ છે, જેમને સાગર શિક્ત સેવા ટ્રસ્ટ દ્વારા રજુઆત કરતા માછીમારોની વાસ્તવિકતા આિથર્ક કપરી પરિિસ્થતિ જાણતા હોવાથી સતત પ્રયત્નશીલ રહીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરતા સેલટેક્ષ (વેટ) રાહતના વના નિયમ ઉપર ફરી વખત વિચારણા કરવા અગત્યની બેઠક બોલાવેલ જેમાં સરકાર તરફથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાણામંત્રી નીતીનભાઇ પટેલ, મત્સ્યોદ્યાેગ મંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્é બાબુભાઇ બોખીરીયા, પૂર્વધારાસભ્é જશાભાઇ બારડ જેમના દ્વારા રજુઅતો કરી માછીમારોની આિથર્ક નબળી પરિિસ્થતિ સરકારને અવગત કરવામાં આવેલ આ બેઠકમાં સચિવો, ફીશરીઝ કમીશ્નર તથા માછીમારો તરફથી પોરબંદરના ભાજપ શહેર પ્રમુખ ખીમજીભાઇ મોતીવરસ, ફીશરીઝ ડાયરેકટર અરવિંદભાઇ પાંજરી, કિશોરભાઇ બરીદુન, સંજયભાઇ પોસ્તરીયા, જગદીશભાઇ ભરાડા, વેરાવળ ખાતેથી લક્ષ્મણભાઇ ભેસલા તથા તુલસીભાઇ ગોહેલ, માંગરોળ ખાતેથી જી.એફ.સી.સી.ના ચેરમેન અને ગુજરાત પ્રદેશ ભાજપના માછીમાર સેલના કન્વીનર વેલજીભાઇ મસાણી તથા રામજીભાઇ આ બેઠકમાં હાજર હતા. ચર્ચા વિચારણાના અંતે ગુજરાતના માછીમારોને 1 લીટર દીઠ રૂા. 1ર સેલટેક્ષ (વેટ)માં રાહત આપવી તથા આઇ.આે.સી. દ્વારા જેટલી અવધિ માટે રૂા. ર.ર8 પૈસા આપવામાં આવે છે તે સાથે મળીને કુલ 14.ર8 પૈસા લીટરદીઠ રાહત આપવામાં આવશે એવું આ બેઠકમાં નકકી કરવામાં આવ્éું. આ બેઠકમાં એવું પણ નકકી કરવામાં આવ્éું કે, આ લાભ દરેક બોટ માલીકની પાસે જેટલી પણ બોટ હશે તે તમામને મળશે. આ લાભો તા. 1/4/17થી લાગુ પાડવામાં આવશે એવું પણ આ બેઠકમાં નકકી કરવામાં આવેલ છે.
માછીમારો દ્વારા ઘણા સમયથી સેલટેક્ષ (વેટ) રાહતની નવી નીતીનો વિરોધ કરી રહ્યા છે તે વિષયનો સુખદ અંત આવતા માછીમારો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાણામંત્રી નિતિનભાઇ પટેલ, મત્સ્યોદ્યાેગમંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્é બાબુભાઇ બોખીરીયા, પૂર્વધારાસભ્é જશાભાઇ બારડનો હૃદયનો ઉંડાણપૂર્વક આભાર માને છે તેમ સાગરશિક્ત સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ જીતુભાઇ ભરાડાએ જણાવ્éું હતું.

print

Comments

comments

VOTING POLL