ગુજરાતના રાજકીય માહોલમાં સન્નાટો: નવરાત્રીના તહેવારો બાદ સળવળાટની શકયતા

August 29, 2017 at 5:12 pm


ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા મહિનાઓ બાકી રહ્યા છે. છેલ્લા એકાદ વર્ષથી ચૂંટણીલક્ષી વાતાવરણ શ થઈ ગયું છે અને તેમાં સતત વધારો થતો હતો. ચૂંટણી પહેલા રાજકીય ગરમાવાનો માહોલ કયાં પહોંચશે ? તેવો સવાલ ગુજરાતભરમાં પૂછાઈ રહ્યો હતો પરંતુ રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જાણે વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ મુકત ગુજરાત બનાવવામાં આવશે…150થી વધુ બેઠકો ઉપર ભાજપ્નો વિજય નિશ્ર્ચિત છે…કોંગ્રેસને મતદારો ઉખેડીને ફેંકી દેશે તેવા હાંકલા પડકારાવાળી ભાજપ્ના આગેવાનોની વાતો ટાઢી પડી ગઈ છે અને હવે નવરાત્રીના તહેવારો બાદ નવેસરથી વાતાવરણ ચૂંટણીલક્ષી બને તેમ જણાય રહ્યું છે.

મતદારોની સંખ્યા અને આંકડાકીય માહિતી મુજબ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણમાંથી બે ભાજપ્ની અને એક કોંગ્રેસની બેઠક નિશ્ર્ચિત હતી પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ભીતસરસી ચાંપી દેવા માટે ભાજપે મોટો રાજકીય ખેલ માંડયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ્ના રાષ્ટ્રીયપ્રમુખ અમિત શાહ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના એક વખતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા સહિતનાઓએ પોતાની રાજકીય શાખ દાવ પર મુકી કમળના પ્રતીક પરથી બેના બદલે ત્રણ ઉમેદવારોને રાજ્યસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતાયર્િ હતાં.

સામી બાજુ કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીયસ્તરના નેતાઓને પણ એ વાત બરાબર સમજાઈ ગઈ હતી કે જો સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદભાઈ પટેલ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી હારે તો વિધાનસભાની ચૂંટણી ‘વન-વે’ થઈ જશે અને વધુ એક વખત ગુજરાત ગુમાવવાનો વારો આવશે. કોંગ્રેસના એક ડઝનથી વધુ ધારાસભ્યને ભાજપે તોડયા હોવા છતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, ઈન્દ્રનીલ રાજ્યગુ સહિતનાઓએ ડેમેજ કંટ્રોલની સાથો સાથ કાઉન્ટર એટેકને પોલિટિકલ પોલિસી હાથ ધરી ભાજપ્ને ધોબી પછડાટ આપતા ગુજરાતના રાજકીય વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો છે.

રાજ્યસભાની ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસનો ઉત્સાહ બેવડાયો છે અને હાલના વાતાવરણમાં તે પોતાનું સંગઠન માળખું વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. બીજી બાજુ ભાજપમાં પણ હમણાં શાંતિ જોવા મળે છે. મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને અન્ય પ્રધાનોના કાર્યક્રમો જયાં યોજાવાના હોય ત્યાં થોડા સમય માટે ચહલપહલ જોવા મળે છે પરંતુ પાર્ટી લેવલના રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં ગેરહાજરી જોવા મળી રહી છે.
કોંગ્રેસ-ભાજપ્ના આગેવાનોના જણાવ્યા મુજબ નવરાત્રીના તહેવાર આસપાસ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે. સેન્સ લેવાની અને નિરીક્ષકો મોકલવાની કામગીરી થશે અને ત્યારથી રાજકીય વાતાવરણમાં સળવળાટ જોવા મળશે પરંતુ ખરી જમાવટ તો દિવાળીના તહેવારો પછી જ સ્નેહમિલનના કાર્યક્રમો બાદ થશે તેમ લાગી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ નિમિતે આગામી મહિને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યારે તેમના હસ્તે લોકાર્પણ ખાતમુહર્તના અનેક કાર્યક્રમો યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહલ ગાંધી પણ આગામી તા.4 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર અને ઓકટોબર માસ દરમિયાન રાહલ ગાંધીના એકાદ ડઝનથી વધુ કાર્યક્રમો ગુજરાતમાં યોજાશે. તા.4 સપ્ટેમ્બરે અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે પંચાયતી રાજના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓનું સંમેલન રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તા.21થી 26 સપ્ટેમ્બર દરમિયાન રાહલ ગાંધી ગુજરાતના બે ઝોનમાં ત્રણ ત્રણ દિવસનો પ્રચાર કરશે. રાહલ ગાંધી તેમના ચૂંટણી પ્રચારનો પ્રારંભ દ્વારકાથી કરે તેવી શકયતા છે. તા.8 ઓકટોબરે ખેડૂતો, મહિલાઓ, બેરોજગાર યુવાનોના પ્રશ્ર્નોને વાચા આપવા માટે વિશાળ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીયસ્તરના નેતાઓના આગમન વખતે ચૂંટણીનો માહોલ જામશે પરંતુ હાલનો સમયગાળો ટાઢોબોળ ન બની જાય તે માટે ભાજપ-કોંગ્રેસે સોશ્યલ મીડિયા પર પ્રચારનો મારો શ કરી દીધો છે. ગુજરાતમાં નેતાગીરીના નામે દાદાગીરી ચાલે ? ધર્મના નામે મત મેળવીને પ્રજાને છેતરતી ભાજપ્ની સરકાર ચાલે ? વેપારીઓ પર ભાજપ્ની દાદાગીરી ચાલે ? જેવા સવાલોનો મારો કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે તો બીજી તરફ ભાજપ પણ કોંગ્રેસ પર પ્રહાર કરતા એવા સવાલો સોશ્યલ મીડિયામાં પૂછી રહી છે કે લધુમતીઓનું તુષ્ટિકરણ કરતી કોંગ્રેસ ગુજરાતમાં ચાલે ? ગુજરાતને કર્ફયુ મુકત રાખવામાં કોંગ્રેસ ચાલે તેવા સવાલો ભાજપ દ્વારા પૂછાય રહ્યા છે.

સવાલોનો આ સીલસીલો માત્ર ટાઈમ પાસ કરવા માટે હોય તેવું જણાઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓ નવેમ્બર-ડિસેમ્બર માસમાં યોજાશે પરંતુ તે પહેલા નગરપાલિકાઓમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી આગામી તા.10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી છે. સ્ટેટ લેવલની આ ચૂંટણીઓ નથી પરંતુ આમ છતાં રાજકોટ જિલ્લાના જેતપુર, નવાગઢ, ભાયાવદર, કચ્છ જિલ્લાના ભૂજ, જૂનાગઢ જિલ્લાના વિસાવદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, મોરબી જિલ્લાના વાંકાનેર, અમરેલી જિલ્લાના બગસરા ઉપરાંત આણંદ અને વલસાડ જિલ્લાની નગરપાલિકાઓની બાર બેઠક માટે ચૂંટણીઓ યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વેના આ ઈલેકશન કોઈ અેંગલથી બન્નેમાંથી એક પણ રાજકીય પક્ષ માટે જરા પણ મહત્વના નથી આમ છતાં બન્ને પક્ષોના નેતાઓ ‘વોર્મઅપ’ માટે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. તા.10 સપ્ટેમ્બરના સવારે 8થી સાંજના 5 દરમિયાન મતદાન થશે અને તા.12 સપ્ટેમ્બરના પરિણામ જાહેર કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL