ગુજરાતના IAS, IPS અને IFS અધિકારીઆેએ ગાંધીનગરમાં હાઉસિંગ પ્લોટની કરી માગણી

September 6, 2018 at 10:35 am


લાંબા સમય સુધી રાહ જોયા પછી હવે રાજ્યના આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઆેએ મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને 800 એઆઈએસ (આેલ ઈન્ડિયા સવિર્સ) આેફિસર્સને ગાંધીનગરમાં વ્યાજબી ભાવે હાઉસિંગ પ્લોટ્સ ફાળવવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે 2001માં રાજ્ય સરકારે એઆઈએસ અને સ્ટેટ સવિર્સ આેફિસર્સને પ્લોટ્સ આપાવનું બંધ કરી દીધુ હતું. એઆઈએસ આેફિસર્સ તાજેતરમાં જ મુખ્યમંત્રીને મળ્યા હતા અને હાઉસિંગ પ્લોટ્સ ફાળવવાની પોલિસી ફરીથી અમલમાં મુકવાની વિનંતી કરી હતી. જો કે આ મુદ્દાે સુપ્રીમ કોર્ટનો છે, માટે રાજ્ય સરકાર માટે આ બાબતે કોઈ નિર્ણય લેવો મુશ્કેલ હશે.
1988ની પોલિસી અનુસાર આઈએએસ, આઈપીએસ, આઈએફએસ આેફિસર્સને 90 સ્ક્વેર મીટરથી 330 સ્ક્વેર મીટર સુધીના પ્લોટ્સ ગાંધીનગરમાં આપવાની જોગવાઈ છે. પ્લોટની સાઈઝ અધિકારીના અનુભવ અને પે સ્કેલ પર આધારિત હશે. આ પ્લોટ્સની કિંમત અત્યારના ભાવ અનુસાર 1 કરોડથી લઈને 5 કરોડ સુધીની હોઈ શકે.
એઆઈએસ આેફિસર અરવિંદ અગ્રવાલની આગેવાનીમાં આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 1988ના ગવર્નમેન્ટ રિઝોલ્યુશન અનુસાર, નોન-ટ્રાન્સફરેબલ આેફિસર્સ અને સરકારી કર્મચારીઆેને હાઉસિંગ પ્લોટ્સ મળવા જોઈએ. જો કે 2001થી આ પ્લોટ્સ ફાળવવામાં નથી આવ્યા. 17 વર્ષ થઈ ગયા પરંતુ આેફિસર્સ અને કર્મચારીઆેને પ્લોટ્સ નથી મળ્યા.

print

Comments

comments

VOTING POLL