ગુજરાતની ચૂંટણીએ રાહુલ ગાંધીને નેતા બનાવી દીધા છે: શિવસેના

December 7, 2017 at 11:54 am


શિવસેનાએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારથી રાહુલ ગાંધી નેતા બની ગયા છે અને એટલે પ્રચાર દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષની હિન્દુત્વને જીતવા માટેની કોશિશ અંતર્ગત મંદિરોની મુલાકાતોને ભાજપે આવકારવી જોઈએ. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે. ગુજરાતમાં શનિવારે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે.
રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતમાં અનેક મંદિરોની મુલાકાતે જઈ આવ્યા છે. જેનાથી કોંગ્રેસને વિશ્વાસ છે કે ભાજપ્ના હિન્દુત્વ કાર્ડ સામે પોતાને ચૂંટણીમાં લાભ થશે. શિવસેનાના મુખપત્ર સામનામાં લખાયું છે, જે રાજ્યમાં ભાજપ્ની જીત નિશ્ચિત હોય છે એવા ગુજરાત રાજ્યમાં ચૂંટણીના પ્રચારમાં વડાપ્રધાન મોદી થાકેલા જોવા મળે છે પરંતુ તેનાથી ઉલટું રાહુલ ગાંધી એક અગ્રિમ નેતા તરીકે ઉભરી આવ્યા છે. સંપાદકીયમાં લખ્યું છે કે આ ચૂંટણીએ સિદ્ધ કર્યું છે કે રાહુલ ગાંધી પપ્પુ નથી. ભાજપ્ના જ સાથી પક્ષે આ અંગે કહ્યું હતું કે રાહુલ ગાંધીના ઉભરતા નેતૃત્વને ભાજપે ખુલ્લા દિલે આવકારવું જોઈએ.
શિવસેનાએ કહ્યું છે કે કોંગ્રેસની હાલત દેશભરમાં ખરાબ છે પરંતુ તેમ છતાં રાહુલ ગાંધી ભાજપ માટે પડકાર બની રહ્યા છે એ હકીકત છે.
શિવસેનાએ કહ્યું હતું, ભાજપ રાહુલ ગાંધી મંદિરોની મુલાકાતે જઈ રહ્યા છે તેનાથી રોષે ભરાય છે પણ વાસ્તવમાં ભાજપે તેમની આ હરકતને આવકારવી જોઈએ.

print

Comments

comments

VOTING POLL