ગુજરાતની પ્રજા માટે રાષ્ટ્ર પ્રથમ, જ્ઞાતિ-જાતિવાદ-ભાષાવાદ કે કોઇપણ પ્રકારના ભાગલાવાદી પરિબળોને કોઇ સ્થશન નહી-રાજુ ધ્રુવ

October 11, 2018 at 3:36 pm


રાજકોટ ખાતે પં.દીનદયાળ ઉપાધ્યાય એકાત્મકતા ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંસ્થાના પ્રમુખ રાજુભાઇ ધ્રુવએ જણાવ્યું હતું કે, ગુજરાત દરેક ભારતીયને આવકારે છે સ્વીકારે છે. અહી બધા દેશવાસીઆેનું સ્વાગત છે. ગુજરાત માટે બધા ભારતીયો જ છે, કોઇ પરપ્રાંતિઆે નથી. ગુજરાતીઆે જ્ઞાતિ-જાતિવાદ કે પ્રાંતવાદમાં માનતા નથી. ગુજરાતમાં રાષ્ટ્રવાદ એ સર્વોપરી એજ અમારી સાંસ્કૃતિક અિસ્મતા છે. આપણે બધા ભારત માતાના સંતાનો છીએ. અમે ગુજરાતીઆે પરપ્રાંતીયનો આભાર માનીયે છીએ કે, ગુજરાતને વિકાસનું ગ્રાેથ એન્જીન બનાવવામાં તેમનું પણ યોગદાન છે. ગુજરાત ના આૈદ્યાેગિક વિકાસ માટે તેઆેએ પણ શ્રમ-પુરુષાર્થ કરી સહયોગ આપેલ છે. આપણે સહુ દેશવાસીઆે ધર્મ, જાતિ, ભાષા અને પ્રાંતવાદથી ઉંચે ઉઠીને રાષ્ટ્રવાદથી જોડાઈએ તેમજ સૌ નું ભલું છે.. ગુજરાતમાં દરેક લોકો માટે સલામતી છે અને અન્ય રાજયોના લોકો માટે કોઇ ચિંતાની વાત નથી. ગુજરાત બધા માટે એક ઘર છે અને પ્રથમ ઘર તમારુ વતન અને બીજુ ઘર ગુજરાત છે. રાજુભાઇએ ઉમેર્યુ હતું કે, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્તરપ્રદેશના મથુરામાં થયો હતો અને એમણે કર્મભૂમિ ગુજરાતમાં આવીને સૌરાષ્ટ્રને બનાવી હતી. જયારે ભગવાન સ્વામિનારાયણનો જન્મ અયોધ્યા પાસે છપૈયામાં થયો હતો પણ સમાજ સુધારણા અને ધર્મ માટે કર્મભૂમિ ગુજરાત બનાવી હતી. સ્વામી વિવેકાનંદ બંગાળ પછી સૌથી વધુ ગુજરાત માં રહ્યા હતા. પારસીઆે ઈરાન છોડી સૌથી પહેલા ગુજરાત આવ્યા અનેદૂધ માં સાકાર ની જેમ ભળી ગયા છે.આવા શાંત,સમૃÙ ગુજરાતમાં કેટલાક હિતશત્રુઆે સમાજમાં વૈમનસ્ય ઉત્પન્ન કરાવવાના મોકાઆે શોધે છે અને ગુજરાતની શાંતિ ડહોળવા પ્રયત્નશીલ રહે છે. પણ ગુજરાત એ લોકોના મનસૂબા ફળવા દે તેમ નથી. ગુજરાતની અિસ્મતા અને સહિષ્ણુતા જગવિખ્યાત છે. ગુજરાતે ક્યારેય પ્રદેશવાદને મહત્વ આપ્યું નથી. ગુજરાતની પ્રજા પહેલા ભારતીય છે પછી ગુજરાતી છે. અહી વસેલા પરપ્રાંતિઆે હવે પરપ્રાંતિઆે રહ્યા જ નથી. તેઆેને ગુજરાત એટલો જ પ્રેમ અને આવકાર આપે છે જેટલો મૂળ નીવાસીને આપે છે. ગુજરાતનો વિકાસ વિશ્વ કક્ષાએ પ્રસિÙ છે. ગુજરાતના આ વિકાસમાં પરપ્રાંતિઆેનો ખૂબ જ મહત્વનો ફાળો છે. આ ફાળો ગુજરાત ભૂલી જાય એવું કઈ રીતે શક્ય બનેં ગુજરાતમાં આવી વસેલ લોકો પહેલા પણ સુરક્ષિત હતા, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે જ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પરપ્રાંતિઆેને અભય વચન આપેલું છે માટે તેમણે ગુજરાતમાં કોઈનાથી ભયભીત થવાની જરુર નથી. આ કાર્યક્રમ એ અભય વચનને સાર્થક કરનાર છે. કાર્યક્રમમાં હાજર રહેલા વિવિધ પરપ્રાંતિય સમાજમંડળોનો આભાર વ્યક્ત કરતા રાજુભાઇ એ પણ સૌરાષ્ટ્રવાસી પરપ્રાંતી લોકોને કોઈ અફવાથી દોરવાઈ ન જવાની અપીલ કરી હતી.

રાજકોટ જિલ્લા પોલિસ અધિક્ષક બલરામ મીણાએ જણાવ્યું કે તેઆે રાજસ્થાનના વતની છે અને તેમણે પ્રથમ પોસ્ટીગ રાજસ્થાન અને બીજુ પોસ્ટીગ ગુજરાત માંગેલ હતું કારણ કે, ગુજરાત સુખ શાંતિ અને સહિષ્ણુતા ની શાંતિપ્રિય ધરતી છે. પરપ્રાંતીય સમાજની સુરક્ષાને ધ્યાને લઈને જિલ્લાના લોધીકા, વેરાવળ અને શાપર સહિતના આૈદ્યાેગિક વિસ્તારોની તેઆેએ મુલાકાત લીધી છે અને પરપ્રાંતિઆે જોડે વાત કરીને સુરક્ષાની બાંહેધરી આપી છે. શહેર કે જિલ્લામાં કોઇ ભય કે ડર રાખવાની જરુર નથી. રાજકોટ જિલ્લા માં કોઈ એવી ઘટના કે બનાવ બન્યાે નથી માટે કોઈએ અફવાઆે પર ધ્યાન આપવું નહી. મીણાએ રાજુભાઇ ધ્રુવને બે સમાજ-પ્રદેશ વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન કરવાની અસામાજિક તત્વોની મનસા પર પાણી ફેરવનાર આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

રાજકોટના ડી.સી.પી. રવિ મોહન સૈની એ જણાવ્યું કે, આપણી કર્મભૂમિ ગુજરાત છે. અહીનું વાતાવરણ પોઝીટીવ છે. રાજકોટ શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનિય ઘટના ધ્યાનમાં આવી નથી. માટે મનમાંથી શંકા અને ચિંતા દુર કરો. તમારા ધ્યાને કોઇ ખોટી અફવા અથવા મેસેજ આવે તો પોલીસ અધિકારીઆે અથવા 100 નંબર પર જાણ કરશો. સૈનીએ રાજુભાઇ ધ્રુવને સામજિક સમરસતા વધારનારો કાર્યક્રમ યોજવા બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા. તેમણે સહર્ષ કહ્યું હતું કે, આજના સમયમાં સમાજના દરેક વર્ગ, જાતિ, જ્ઞાતિ અને પ્રદેશના લોકો વચ્ચે કોઈ અસામાજિક તત્વો દ્વારા વૈમનસ્ય ઉભું ના થાય તે માટે આ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યાેગપતિ પી.ડી. અગ્રવાલ, રામભાઈ યાદવ, સુરેન્દ્ર ગુપ્તા, પ્રેમચંદ અગરવાલ, શમાર્, સંતોષ ગુપ્તા અને ધનંજયસિંહ, હિન્દી સમાજના ઉપાધ્યક્ષ અનિલ ગુપ્તા તથા જીતુભાઇ ધોળકિયા તથા ઉપસ્થિત બિહાર, ઉત્તરપ્રદેશ, આેરિસ્સા, રાજસ્થાન સહિત અન્ય પ્રાંતો ના કામદારો એ રાજુભાઈને આ કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન આપીને સમાજને રાજકોટમાં અફવાઆે પર ધ્યાન ન આપવા અને સૌહાર્દપુર્ણ વાતાવરણ બનાવી રાખવાની અપિલ કરી હતી. આ કાર્યક્રમમાં રાજકોટમાં વર્ષોથી પોતાના ધંધા, વ્યવસાય, નોકરી અને મજુરી કામ અર્થે સ્થાયી થયેલા મોટી સંખ્યામાં વિવિધ રાજયોના લોકો ઉપસ્થિત રહયા હતા.

print

Comments

comments

VOTING POLL