ગુજરાતની માઠી: પાણી પછી હવે વીજળીની પણ અછત

February 13, 2018 at 3:45 pm


આ વખતે ઉનાળો ગુજરાતીઓ માટે આકરો સાબિત થશે. એકબાજુ પાછલા દરેક ઉનાળાથી ગરમી વધી રહી છે તો બીજી બાજુ આ વખતે સરકારે ઉનાળાની શઆત પહેલા જ રાયમાં પાણીની અછત રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. હવે તેટલું પૂરતુ ન હોય તેમ રાયમાં વિજળીની પણ તંગી પડવાના એંધાણ છે.
સમગ્ર મામલાની જાણકારી રાખનારા એક ઉચ્ચ સરકારી સૂત્રે જણાવ્યું કે, રાયમાં શિયાળો પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે વિજળીની માગ સતત વધી રહી છે. યારે આયાતી કોલસા આધારીત ૩૦૦૦ એમડબલ્યુ અને ગેસ આધારીત ૫૦૦૦ એમડબલ્યુના બે પ્લાટં બધં કરી દેવામાં આવ્યા હોવાથી હાલ રાયની વીજ માગને પહોંચી વળવા માટે ઓપન માર્કેટમાંથી ૪૦૦ એમડબલ્યુવિજળી ખરીદવામાં આવી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, હાલ રાયની કુલ વીજ માગ ૧૧,૮૦૦ એમડબલ્યુ છે. જે ગત વર્ષે ઉનાળાના મધ્યમાં ૧૫,૫૭૦ એમડબલ્યુ જેટલી થઈ ગઈ હતી. આ વખતે અમને લાગી રહ્યું છે કે આ માગમાં ૭–૧૦% જેટલો વધારો થઈ શકે છે. તેમજ પાણીની પણ તંગી હોવાથી ભૂગર્ભ જળ કાઢવા માટે વિજળીનો વધુ વપરાશ થશે જે પણ સીધી અસરકર્તા બાબત છે.
રાયના તમામ જળાશયોમાં પૂરતા પાણીના અભાવે લોકો પાણીની જરીયાત પૂર્ણ કરવા માટે બોરવેલ અને કૂવા પર વધુ નિર્ભર રહેશે. જેના માટે તેઓ પાણીની મોટરનો યુઝ કરશે. જેથી વર્તમાન ડિમાન્ડની અપેક્ષાએ આગામી ૩ મહિનામાં વિજળીની માગ ૫૨૦૦ એમડબલ્યુ જેટલી વધી શકે છે. જેના કારણે રાયને માર્કેટ પ્રાઇઝથી વિજળી ખરીદવાનો વારો આવશે. ડેમમાં પાણી પૂરતા ન હોવાના કારણે રાયના જળવિધુત મથકો પણ ઉનાળા દરમિયાન બધં રહેશે. જોકે પાછલા થોડા વર્ષેામાં વૈકલ્પિક ક્રોત તરીકે સોલાર પાવર અને પવન ઉર્જાનો ઉપયોગ વધ્યો હોવાથી તેનાથી રાયને થોડાઘણા અંશે રાહત મળી શકે છે. જોકે માગને જોતા અને રાય સરકાર હસ્તકના આવા પ્લાનની ઓછી ઉત્પાદન ક્ષમતાને જોતા રાય સરકાર ૨૪ કલાક વિજળી આપવા માટે અન્ય બેકઅપ પ્લાન તૈયાર કર્યેા છે. ગત વર્ષે પણ રાય સરકારે . ૧૨૦૦ કરોડના ખર્ચે માર્કેટમાંથી વિજળી ખરીદવી પડી હતી ત્યારે આ વર્ષે પણ લગભગ .૧૫૦૦ કરોડ જેટલુ ફડં આ પાછળ ખરીદવું પડશે

print

Comments

comments

VOTING POLL