ગુજરાતમાં કાતીલ ઠંડીનું મોજું ફરી વળ્યું : નલિયામાં 5.4 અને ડીસામાં 6.8 ડિગ્રી ઠંડી

January 11, 2017 at 10:28 am


અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે તીવ્ર ઠંડીનાે ચમકારો જોવા મળી રહ્યો છે. તમામ લોકો ગરમ વસ્ત્રોમાં હવે નજરે પડી રહ્યા છે. અલબત્ત કોલ્ડવેવ માટેની કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન -2.4 નાેંધાયું હતું. ઠંડીનાે પારો માઈનસમાં ઉતરી જતા હાડ થીજવતી ઠંડીથી પ્રવાસીઆે પણ મુશ્કેલીમાં મૂકાયા હતા અને માઉન્ટ આબુનું પ્રસિદ્ધ નખીલેક પણ થીજી ગયું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને 10.3 ડિગ્રી થયું હતું આજે પણ રાજ્યમાં સહુથી આેછું તાપમાન નલીયામાં નાેંધાયું હતું. નલીયામાં 5.4 ડિગ્રી પારો રહેતા કડકડતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા હતા. જ્યારે ડીસામાં પણ 6.8 ડિગ્રી સાથે જોરદાર ઠંડીનાે પ્રભાવ સામાન્ય જનજીવન ઉપર પણ જોવા મળ્યો હતાે. આજે રાજ્યના ઘણા ભાગાેમાં પારો 11થી નીચે પહાેંચ્યો હતાે જેમાં ગાંધીનગરમાં 8.8, રાજકોટમાં 8.3, પાેરબંદરમાં 8, માંડવીમાં 8.5, વડોદરામાં 10નાે સમાવેશ થાય છે.

ઠંડીના કારણે લોકો હવે સાવધાન થઈ ગયા છે. હાલમાં નીચલી સપાટી પર પ્રદેશમાં પવનાે ફુંકાઈ રહ્યો છે તેની સીધી અસર જોવા મળી રહી છે. અલબત્ત બપાેરના ગાળામાં હજુ પણ ઠંડીનાે અનુભવ લોકો કરી રહ્યા નથી. આગામી દિવસાેમાં પણ આવી જ સ્થિતિ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલમાં બપાેર કરતા વધારે સાંજે ઠંડીનાે અનુભવ આજે વધુ થયો હતાે. ઉત્તર ભારતમાં એકબાજુ ઠંડીના લીધે જનજીવન ખોરવાયેલું છે. ટ્રેન અને વિમાની સેવાને માઠી અસર થઈ છે.

લાંબા અંતરની ઘણી ટ્રેનાે કલાકો મોડે દોડી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં તીવ્ર ઠંડી અથવા તાે ધુમ્મસની કોઈ સ્થિતિ જોવા મળી રહી નથી. વર્તમાન સિઝનમાં તબીબાે દ્વારા ખાસ કરીને બાળકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. સવારમાં ઠંડી અને બપાેરના ગાળામાં ગરમીનાે અનુભવ હજુ પણ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઈન્ફેકશન અને પેટના દુખાવાની ફરિયાદો જોવા મળી રહી છે.

print

Comments

comments

VOTING POLL