ગુજરાતમાં કાેંગ્રેસ ICUમાંથી ‘વોર્ડ’માં આવી, હજુ નેશનલ રિકવરી તો બાકી જ છે…!

December 25, 2017 at 4:32 pm


ગુજરાતના પરિણામોનો ઈન્તેજાર ફક્ત ગુજરાતની જનતા કે રાજકારણીઆેને જ નહોતો પરંતુ દેશ અને અન્ય બહારના દેશોને પણ તેની વાટ હતી અને અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ચૂક્યું છે. પરિણામો જાહેર થયા બાદ દેશના એક સિનિયર એડિટર અને લોકપ્રિય પત્રકાર રાજદીપ સરદેસાઈએ કાેંગીવાળાઆેને એવો ટોણો માર્યો હતો કે ‘જો જીતા વો હી સિકંદર.’ તો તરત જ વો હી ફિલ્મી અંદાજમાં સામેથી એવો જવાબ આવ્યો હતો કે ‘કભી કભી કુછ જીતને કે લિયે હારના ભી પડતા હૈ…આૈર હાર કે જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ…’ તો શું આપણે એમ જ સમજવાનું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ 2017ના પોલિટીકલ સિકંદર અને રાહુલ ગાંધી બાજીગર છે?
આ પ્રશ્નનો જવાબ આંકડાઆે પર આધારિત છે અને તેના આધારે તમે જવાબની પસંદગી કરી શકો છો પરંતુ ભાજપ આજે છાતી ઠોકીને એમ કહી શકે છે કે અમે શાસનવિરોધી લહેર પેદા થવા દીધી નથી અને એટલે જ જનતાએ છઠ્ઠી વખત અમને ગાદી સાેંપી છે. તો સામે કાેંગ્રેસ પણ એવી આગ}મેન્ટ કરી શકે છે કે અમે આ વખતે ભાજપને છેલ્લા શ્વાસ સુધી ઉંચો રાખ્યો છે અને જોરદાર દેખાવ કરીને કમબેક કર્યું છે અને ભાજપને ડબલ ડિઝીટમાં લાવી દીધો છે એટલે કે 99 બેઠક સુધી ભાજપને અમે સીમિત રાખવામાં સફળ થયા છીએ. પરિણામોને તમે ગણિતની રમત કહી શકો છો પરંતુ રાજકીય વિવરણ કરવું હોય તો કેમિસ્ટ્રી બદલાઈ જાય છે. 2017ના પ્રથમ હાફમાં ભાજપે યુપી કબજે કર્યું અને કાેંગ્રેસ પાસેથી ગોવા અને મણિપુર ખુંચવી લીધા ત્યારે પણ બધાને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે મોદી અને શાહની જોડી હવે રાજકારણમાં અનસ્ટોપેબલ છે.
ગુજરાતમાં નો-ડાઉટ કાેંગ્રેસે સૌરાષ્ટ્રમાં સારું જોર બતાવ્યું છે અને ભાજપને ડેમેજ કર્યું છે પરંતુ શાસનવિરોધી લહેર પર સવાર થઈને કાેંગ્રેસ સત્તા પર બેસી શકી નથી અને કાેંગ્રેસ જો એમ માને કે સૌરાષ્ટ્રમાં ભાજપને ડેમેજ કરવાથી તેઆે કમબેક કરી રહ્યા છે તો તે તેમની ભૂલ છે કારણ કે નેશનલ રિકવરી હજુ બાકી છે. ગુજરાતમાં હજુ કાેંગ્રેસ આઈસીયુમાંથી વોર્ડમાં આવી છે અને સંપૂર્ણ રિકવરી બાકી છે. ફેર એટલો પડયો છે કે પહેલાં રાહુલ ગાંધીને નોન સીરિયસ નેતા તરીકે જોવામાં આવતાં હતા અને ‘પપ્પુ’ કહીને ચિડવવામાં આવતાં હતા પરંતુ ગુજરાતના ચૂંટણીપ્રચારમાં એમણે જે અભૂતપૂર્વ એનેર્જી બતાવી છે તેની પણ નાેંધ લેવી પડશે. ભલે તેઆે કાેંગ્રેસને સત્તા અપાવી શક્યા નથી પરંતુ પોલિટીકલ આેબ્ઝર્વરની નજરે આ વખતે ગુજરાતમાં રાહુલ ગાંધીએ પોતાનું જોર બતાવી દીધું છે. કાેંગ્રેસ પ્રમુખ બન્યા બાદ એમને પ્રથમવાર જ તેમને ગુજરાત અને હિમાચલની હારના સમાચાર મળ્યા છતાં એમનું મોરલ ડાઉન થયું નથી કારણ કે 2012માં ફક્ત 61 બેઠકો મળી હતી અને અત્યારે એમને 80 બેઠકો મળી ગઈ છે માટે તેઆે ખોખારો ખાઈ રહ્યા છે. સોફટ હિન્દુત્વની પોલિસી પણ એમને ફળી છે અને એમણે 27 જેટલા મંદિરોમાં જઈને દર્શન કર્યા તેનાથી પણ એમને ઘણો લાભ મળ્યો છે તેમ કહેવું જ પડશે.
પરંતુ રાજકીય વિશ્લેષકો અને રાજકારણના જૂના ખેલાડીઆે એવો પ્રñ કરી રહ્યા છે કે ગુજરાતની જનતાએ કાેંગ્રેસ માટે જે તકની બારી ખોલી છે તેમાંથી કાેંગ્રેસ અંદર ઘૂસી શકશે કે કેમ ં જે ગતિશીલતા કાેંગ્રેસમાં આવી છે તે જળવાઈ રહેશે કે કેમ ં આ પ્રñ સૌથી મોટો છે કારણ કે 2019ની આવી રહેલી સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધીને વધુ તાકાતની જરૂર પડશે અને સચ્ચાઈ એ છે કે એમની પાસે ફૂટ સોલ્જરો એટલે કે દોડી શકે એવા કાર્યકરોની સંખ્યા ખૂબ આેછી છે. એમનું બૂથ લેવલ મેનેજમેન્ટ નબળું છે. એમની પાસે સારા સ્પીકર્સ નથી. જો કે આ બાબત ભાજપને પણ લાગુ પડે છે કારણ કે ગુજરાતના ભાજપના નેતાઆેએ પણ ચૂંટણી જીતવા માટે ફક્ત મોદીના ભાષણનો જ સહારો લેવો પડે છે. વિજય રૂપાણી સારું બોલી શકે છે પરંતુ તેઆે સોફટ લેન્ગવેજ બોલે છે અને આક્રમકતા એમના સ્વભાવમાં નથી માટે ક્રાઉડપુલર લીડર તરીકે નરેન્દ્ર મોદીને જ આગળ કરવા પડે છે.
આવનારા દિવસોમાં કાેંગ્રેસે જનતાને પોતાની ક્ષમતા અને એજન્ડા બતાવવા પડશે કે તે ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે શું કરવા માગે છે? બેરોજગારીનો મહા રોગચાળો જે ફેલાયો છે તેને કેવી રીતે દૂર કરશે? સ્મોલ એન્ડ મીડિયમ ઉદ્યાેગોને કેવી રીતે સહાયતા કરશે? આ વ્યૂહરચના પર કાેંગ્રેસની આગળની સ્થિતિનો આધાર રહે છે.
ચૂંટણી જ્યારે પ્રતિિષ્ઠત બને છે અને આખરી તબક્કામાં પ્રચાર પહાેંચે છે ત્યારે જ ભાજપને કાેંગ્રેસ તરફથી કુદરતી એક એવી ગીફટ મળી જાય છે જેનું તે બરાબર શોષણ કરે છે અને બાજી પોતાની તરફ કરી લ્યે છે. આ વખતે પણ એવું જ બન્યું અને મણિશંકર અèયર નામના એક દોઢડાહ્યા કાેંગ્રેસીએ જે ‘નીચ’ શબ્દનો ઉપયોગ કર્યો તેને ભાજપે ઉપાડી લીધો અને તેમાંથી બને એટલા સહાનુભૂતિના મત મેળવવામાં સફળ રહ્યા. એ જ રીતે મનમોહનસિંઘને પાકિસ્તાન સાથે સાંકળીને અને એક ગુપ્ત બેઠકની વાત ચગાવીને ભાજપે કાેંગ્રેસને ઘણું નુકસાન થયું છે. હંમેશા કાેંગ્રેસ આવી ટ્રેપમાં આવી જાય છે. તો હવે રાહુલે કાેંગ્રેસના પ્રમુખ બન્યા બાદ વધુ રાજકીય પરિપકવતા દાખવવી પડશે અને આવી ટ્રેપથી પોતાની પાર્ટી અને નેતાઆેને બચાવવા પડશે. દેશભરમાં હજુ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ છે તે વાતનો રાહુલ પણ ઈનકાર કરી શકે તેમ નથી. ગુજરાતમાં બેઠકો ભાજપની માત્ર ઘટી છે પરંતુ સત્તા ગઈ નથી એટલે રાહુલે હજુ ગુજરાતમાં અડધી મંઝીલ જ પાર કરી છે તેમ કહી શકાય. અત્યાર સુધી ગુજરાતમાં કાેંગ્રેસ આઈસીયુમાં જ હતી પરંતુ હવે તેને વોર્ડમાં લાવવામાં રાહુલ સફળ રહ્યા છે. હવે વોર્ડમાંથી રોડ પર દોડતી કરી શકે છે કે કેમ? તે જોવા માટે દેશ આખો ઈન્તેજાર કરી રહ્યાે છે. જો કે એમની સામે ઘણી મોટી ચેલેન્જ છે અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહની વ્યુહરચના પણ એમના માટે હંમેશા એક પડકાર જ રહેશે તે વાતનો પણ ઈનકાર થઈ શકે એમ નથી.

print

Comments

comments

VOTING POLL