ગુજરાતમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ચૂંટણી: અમિત શાહ

October 2, 2017 at 3:21 pm


ભાજપની ગૌરવ યાત્રાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે પરંતુ સાચી હકીકત એ છે કે, ઇટાલીયન ચશ્મા કાઢીને ભારતીય નજરથી જુઓ તો વિકાસ અને ગૌરવ દેખાશે. ભારતના સપુત અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અને ગુજરાત રાજયને ગૌરવ અપાવે તેવી અનેક યોજનાઓ અમલમાં મુકાઇ છે અને તેથી જ ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ ૧૫૦થી વધુ સીટ મેળવી શકશે. તેમણે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પહેલા અઠવાડીયામાં થશે. પોરબંદરના ચોપાટી મેળા મેદાનમાં યોજવામાં આવેલી ગુજરાત ગૌરવયાત્રામાં હજારોની જનમેદનીને સંબોધતા ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અમીત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના મિત્રો અમને એવું પુછે છે કે તમને શેનું ગૌરવ છે? ત્યારે હત્પં આ મચં ઉપરથી તેમને જણાવી રહ્યો છું કે, અમને ગુજરાતને કોંગ્રેસમુકત અને ગુંડામુકત કરવાનું ગૌરવ છે. અમને નર્મદાના નીર પહોંચાડવાનું ગૌરવ છે. અમને પ્રજાની સેવા કરવાનું ગૌરવ છે, અમને ર૪ કલાક વિજળી પુરી પાડવાનું ગૌરવ છે, અમને છેવાડાના માનવીઓનો વિકાસ કર્યાનું ગૌરવ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમને ગુજરાતને વિકસીત રાજય બનાવવાનું ગૌરવ છે. તમે ગુજરાતમાં શું છોડીને ગયા હતા? તેવો સવાલ ઉઠાવ્યો હતો.

અમીત શાહે પોતાના તોફાની ઉદબોધનમાંજણાવ્યું હતું કે, કોંગ્રેસે તેમના શાસનમાં ગુજરાતને લતીફ, ઇભલો, ઇજુશેખ અને મમુમીંયા જેવા ગુંડાઓ જ આપ્યા છે અને તેઓને જેલના સળીયા પાછળ અને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું અમને એટલે કે, ભાજપની સરકારને ગૌરવ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીરથી કન્યા કુમારી સુધી દેશમાં આતંકવાદને નાબુદ કરીને અને પાકીસ્તાનને પણ તેમની જ સરહદમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઇક કરીને વડાપ્રધાન મોદીએ સાબિત કરી આપ્યું છે કે, પાકીસ્તાન કે આતંકવાદીઓ ગમે તે હોય તેને તેની જ ભાષામાં જવાબ દેવા અમે સક્ષમ છીએ અને તેનું અમને ગૌરવ છે જ.

રાહત્પલ ગાંધી ઉપર પ્રહાર કરતા અમીત શાહે જણાવ્યું હતું કે, રાહત્પલબાબાને હત્પં એવો સવાલ પુછું છું કે, તમે અમારી પાસે ત્રણ વર્ષનો હિસાબ માંગો છો પરંતુ તમારી ત્રણ પેઢીએ દેશ માટે શું કર્યુ? તેનો પહેલા હિસાબ આપો, અમારી પાસે તો બધા હીસાબ છે. તમારા નેતાઓએ કરેલા કાૈંભાડો અને ભ્રષ્ટ્રાચારને લીધે જ તમારે ઘર ભેગા થવું પડયું છે તેમ જણાવીને રાહત્પલ ગાંધી ઉપર વધુ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વેકેશન ગાળવા અમેરીકા જવાને બદલે પ્રજાની વચ્ચે રહો તો તમને કોઇ મત આપે ને!

વર્ષ–ર૦૧૭ની ગુજરાતની વિધાનસભાની ચુંટણીમાં ૧૫૦થી વધુ સીટ ભાજપને આવશે તેવા આશાવાદ સાથે અમીતશાહે જણાવ્યું હતું કે, ર૦૧૪માં કેન્દ્રમાં ભાજપનું શાસન આવ્યું પછી એક પછી એક રાજયમાં કોંગ્રેસ ગઇ છે. મહારાષ્ટ્ર્ર, હરીયાણા, ઝારખંડ, કાશ્મીર, આસામ, ઉતરાખંડ, મણીપુર અને યુપીમાં કોંગ્રેસ ઘરભેગી થઇ ગઇ છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોતાના પ્રવચનમાં કોંગ્રેસની ભૂતકાળની સરકાર ઉપર આકરા પ્રહાર કરી ભાજપ સરકારની વિકાસગાથા વિસ્તૃત રીતે રજુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નર્મદાના પાણી ઘર–ઘર સુધી પહોંચતા થયા તે આપણા માટે ખુશીની વાત છે.

પુરૂષોત્તમભાઈ રૂપાલાએ કોંગ્રેસના શાસનમાં લોકોને વેઠવી પડતી હેરાનગતિ અંગેની સમસ્યાઓ રજુ કરીને જણાવ્યું હતું કે, એ વખતે લોકોને પોતાના પ્રશ્નો રજુ કરવાની પણ સત્તા હતી નહીં. મોઢા બધં કરી દેવાતા હતા. ભાજપે નિર્ભય શાસન આપ્યું છે અને તેથી જ લોકોને ભાજપ પક્ષમાં પૂરો વિશ્ર્વાસ છે.

પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે સર્જેલી વિકાસગાથાને લીધે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. પોરબંદરમાં જ વાત કરીએ તો ભુગર્ભગટર યોજના સહિતના વિકાસ કામો થઇ રહ્યા છે તેમાં વારંવાર બિનજરૂરી અને પાયાવિહોણી વાતો ફેલાવીને કોંગ્રેસના મિત્રો પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે પરંતુ લોકો તેમની અસલીયતને ઓળખી ગયા છે અને તેથી જ જનમત તેમની સાથે નથી. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, પોરબંદરમાં કોંગ્રેસના નેતાઓએ તેમના શાસનકાળ દરમિયાન પોતાનો જ વિકાસ કર્યેા છે અને પ્રજાના હીતમાં નકકર કાર્યવાહી કરી નથી અને તેથી જ તેમને જાકારો મળ્યો છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ તેમના ઉદબોધનમાં ભાજપ સરકારની ગૌરવગાથા વર્ણવીને જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં પ્રજાને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થઇ છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, પ્રજા સ્વયંભુ રીતે ગૌરવયાત્રામાં જોડાઇને અમારા ઉત્સાહને વધારી રહી છે.

યાત્રાના સૌરાષ્ટ્ર્રના ઇન્ચાર્જ આઇ.કે. જાડેજાએ જણાવીને વધુમાં ઉમેર્યુ હતું કે, યાત્રા થકી વધુને વધુ લોકો સુધી ભાજપ સરકારે કરેલા વિકાસ કામોને પહોંચાડીને માત્ર ભાજપ જ નહીં પરંતુ ગુજરાતીઓ પણ ગૌરવ લઇ શકે તેવી વિકાસ ગાથા છેલ્લા રર વર્ષમાં ભાજપ સરકારે ઐતિહાસિક રીતે સર્જી દીધી છે અને તેથી જ ૧૫૦થી વધુ સીટ ભાજપને મળે તે માટે યોજાનારી આ ગુજરાત ગૌરવયાત્રામાં લોકો પાસે ભાજપ સરકારની સિધ્ધીઓ વર્ણવવામાં આવશે. જયારે કોંગ્રેસનું શાસન હતું તે સમયે લોકોના કામ કરવાને બદલે માત્રને માત્ર વાતો જ થઇ હતી.

પોરબંદરમાં યોજાયેલ ગુજરાત ગૌરવયાત્રામાં પૂર્વમુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મંત્રીઓ મનસુખ માંડવીયા, ચીમનભાઇ સાપરીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પુરૂષોતમભાઇ રૂપાલા, પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઇ ઓડેદરા અને જીલ્લા મહામંત્રીઓ કપિલભાઇ કોટેચા, અશોકભાઇ મોઢા, જેન્તીભાઇ કવાડીયા, આર.સી.ફળદુ, ભુપેન્દ્રસિંહ યાદવ, પાલિકા પ્રમુખ ભારતીબેન મોદી, ઉપપ્રમુખ સરજુભાઇ કારીયા, છાંયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઇ ભુતિયા, ઉપપ્રમુખ હરીશભાઇ થાનકી સહિત છાંયા પાલિકાના પૂર્વપ્રમુખ ભોજાભાઇ ખુંટી, ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયા, અનીલજી ઓડેદરા, સુધરાઇસભ્ય મોહનભાઇ મોઢવાડિયા, જીલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઇ પટેલ, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ગીગનભાઇ બોખીરીયા, શહેર ભાજપ પ્રમુખ ખીમજીભાઇ મોતીવરસ, જીઆઇડીસી એશો.ના પ્રમુખ જીણુભાઇ દયાતર, પુંજાભાઇ ઓડેદરા, સેક્રેટરી ધીરૂભાઇ કકકડ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન લખમણભાઇ ઓડેદરા, રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ નાનજીભાઇ કરથીયા, સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવિણભાઇ ખોરાવા, છાંયા શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઇ જોશી, સુધરાઇસભ્ય ભલાભાઇ મૈયારીયા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિલેશભાઇ મોરી, જીલ્લા ભાજપ બક્ષીપચં મોરચા અધ્યક્ષ કીરીટભાઇ મોઢવાડિયા, પોરબંદર જીલ્લા યુવા ભાજપ પ્રમુખ અજય બાપોદરા, તાલુકા ભાજપ પ્રમુખ ભુરાભાઇ કેશવાલા, જીલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઇ મોઢા, પ્રદિપભાઇ દત્તા, પોરબંદર જીલ્લા દુધ સંઘના ચેરમેન અરજનભાઇ ભુતિયા, રાણાવાવ આદર્શ સેવા મંડળીના પ્રમુખ ગોપાલભાઇ કોઠારી સહિત ભાજપના જુદા–જુદા આગેવાનો તેમજ મહીલા કાર્યકરો ડો. ચેતનાબેન તિવારી, છાંયા પાલિકાના પૂર્વપ્રમુખ અંજનાબેન ગોસ્વામી , ભીમાભાઇ દાનાભાઇ મકવાણ, ગુજરાત રાજય હજકમીટીના ડાયરેકટર શબીર હામદાણી, સહિત સ્થાનિક ભાજપના કાર્યકરો ઉપસ્થિત હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપ જીલ્લા મહામંત્રી કપિલભાઇ કોટેચાએ કર્યુ હતું.

ગુજરાતમાં ૪ હજાર ૬પ૭ કી.મી.ની આ યાત્રામાં ૧૪૯ વિધાનસભા મતક્ષેત્રોને આવરી લઇને ૧૩૮ જગ્યાએ જાહેરસભા થશે જયારે ૧૮પ જગ્યાએ સ્વાગત સભા થશે. સૌરાષ્ટ્ર્ર અને દક્ષિણ ગુજરાતની ગૌરવયાત્રાની વાત કરીએ તો ર૩૯પ કી.મી.ની પોરબંદરથી શરૂ થનારી આ યાત્રામાં ૬પ જાહેરસભા અને ૬૯ સ્વાગત સભા યોજાશે જેમાં સૌરાષ્ટ્ર્રની વાત કરીએ તો ૪૭ વિધાનસભાને કવર કરીને ૧પ૦૯ કી.મી.નો પ્રવાસ કરવામાં આવશે જેમાં ૪૧ જાહેરસભા અને ૪૪ સ્વાગત સભા કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL