ગુજરાતમાં તા. ૧૮ થી ૨૫ મે દરમ્યાન ભાજપા વિસ્તારક પ્રશિક્ષણ વર્ગ યોજાશે

May 19, 2017 at 12:13 pm


પ્રદેશ ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ભાજપા ગરીબ કલ્યાણ વર્ષની ઉજવણી કરી રહ્યું છે તે અંતર્ગત વિસ્તારક યોજનાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યના ૪૮,૦૦૦ જેટલા બુથોમાં વિસ્તારક તરીકે જઈને વિસ્તારકો ભાજપાની વિચાધારા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવેલ છે.

પંડયાએ જણાવ્યું હતું કે, વિસ્તારક યોજના અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તા. ૩૧ મેના રોજ ગુજરાતના પ્રવાસે અને રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ તા. ૨૮મે થી તા. ૩૧ મે સુધી ગુજરાતના પ્રવાસે આવનાર છે.

પંડયાએ જણાવ્યું હતું કે, તા. ૨૮ મે (વીર સાવરકર જન્મજયંતિ) થી પ જૂન (શ્રી ગુરૂજીની પુણ્યતિથિ) સુધી ચાલનારી આ વિસ્તારક યોજનાના શુભારંભ પ્રસંગે તા. ૨૮ મેના રોજથી માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમને સૌ સાથે મળીને બુથમાં સાંભળશે. તા. ૨૮ મેના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી જોડાશે.

સમગ્ર રાજ્યમાં તા. ૧૮ થી ૨૫ મે દરમ્યાન સમગ્ર ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં મળીને કુલ ૭૦ સ્થળોએ વિસ્તારક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રશિક્ષણ વર્ગમાં જે તે વિસ્તારના ધારાસભ્યો, સાંસદો, જીલ્લા/મહાનગરના હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખ તેમજ વિસ્તારક તરીકે જનાર કાર્યકર્તા હાજર રહેશે. પ્રદેશ નેતૃત્વ દ્વારા બુથમાં જઈને કેવી રીતે કામ કરવું તે અંગેનું માર્ગદર્શન આ વર્ગમાંથી મેળવશે. બુથમાં વિસ્તારકોએ બુથ સમિતિ અને પેજ પ્રમુખ મજબૂત બનાવવા માટે, દરેક સમાજ અને વર્ગને મળવાનું, કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીને પત્રિકા સ્વરૂપે ઘર-ઘર સંપર્ક સાથે પહોંચાડવું અને ભાજપાના વિસ્તારક કાર્યકર્તાઓ દરેક બુથમાં પ્રેમ, એકતા અને વિકાસનો સંદેશો ફેલાવશે તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL