ગુજરાતમાં યોજાશે સૌપ્રથમ કેશલેસ સમુહલગ્ન !

February 17, 2017 at 7:51 pm


રવિવારે બાયડ ખાતે યોજાનારા સમૂહલગ્ન પ્રસંગમાં નવ યુગલો લગ્નના બંધનમાં બંધાશે. આ સમૂહલગ્નની ખાસ વાત એ છે કે આ પ્રસંગ સંપૂર્ણપણે કેશલેસ હશે. અરવલ્લી જિલ્લામાં આવેલા આ પ્રસંગમાં ભાગ લેનાર કોઈની પણ પાસે એક પણ રૂપિયો રોકડ લેવાશે નહિ. આ લગ્નમાં ચાદલાના કાઉન્ટર નહિ હોય પરંતુ પૈસા સ્વીકારવા માટે સ્વાઈપ મશીન મૂકવામાં આવશે.

આ સમૂહલગ્નનું આયોજન કરનાર શ્રી વીરમાયા વણકર સમાજ સુધારક સમિતિના કન્વીનર હસમુખ સક્સેના જણાવે છે કપલ માટે વેડિંગ ગિફ્ટ ખરીદવાથી માંડીને કેટરર અને મંડપના માલિકને પૈસાની ચૂકવણી કરવા સુધીનો તમામ વ્યવહાર ચેક અને આરટીજીએસ પેમેન્ટથી કરવામાં આવ્યો છે. લગ્ન માટે ગોર મહારાજને પણ ચેકથી જ પૈસા ચૂકવવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સાસુ-સસરા વહુને ‘દાપુ’ આપે છે જે રોકડમાં હોય છે. દાપું કેશલેસ રીતે આપવા લોકોને સમજાવવામાં ઘણી મુશ્કેલી પડી હતી પરંતુ અંતે લોકો માની ગયા હતા.

print

Comments

comments

VOTING POLL