ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ 4 મોત, મૃતાંક 373

September 4, 2017 at 8:08 pm


કિલર સમાન સાબિત થઇ રહેલા અને દરરોજ મોટી સંખ્યામાં લોકોને પાેતાના સકંજામાં લઇ રહેલા સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં વધુ 4 લોકોના મોત થયા છે. જ્યારે 131 નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. પાંચના મોત સાથે જ મોતનાે આંકડો વધીને 373 થઇ ગયો છે જ્યારે વધુ 131 કેસાે નાેંધાતા જાન્યુઆરીથી લઇને ત્રીજી સÃટેમ્બર સુધી કેસાેની સંખ્યા વધીને 5659 સુધી પહાેંચી ગયો છે. કેસાેની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થયો છે. સ્વાઈન ફ્લુથી મોતના મામલામાં ગુજરાત સાૈથી અગ્રણી રાજ્ય પૈકી થઇ ગયું છે. 2009 બાદથી સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં 1692 મોત થયા છે અને 16194 કેસાે નાેંધાયા છે. કિલર સ્વાઈન ફ્લુને કાબૂમા લેવામાં સફળતા મળી રહી છે તેવા ગુજરાત સરકારના દાવાઆે છતાં સ્વાઇન ફ્લુના કારણે દરરોજ મોતનાે સિલસિલો જારી રહ્યાાે છે. એકલા અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક છે. એકંદરે જુદા જુદા ભાગાેમાં સ્વાઈન ફ્લુથી મોટી સંખ્યામાં લોકો ગ્રસ્ત થયા છે.

નવા નવા કેસ દશાૅવે છે કે ગુજરાતમાં હાલત કફોડી બનેલી છે. સરકારી આંકડા દશાૅવે છે કે, છેલ્લા 16 દિવસના ગાળામાં સ્વાઈન ફ્લુના કારણે 129ના મોત થઇ ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આટલા ગાળામાં જ સ્વાઈન ફ્લુના કેસાેની સંખ્યા 2819 થઇ ગઇ છે. તેમછતાં સરકારી તંત્ર સાચા આંકડા બહાર ના આવે અને લોકોમાં સ્વાઇન ફુલની સાચી પરિસ્થિતિ ખુલ્લી ના પડી જાય તે હેતુથી સાચી આંકડાકીય માહિતી પણ છુપાવવાનાે પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમછતાં સ્વાઇન ફલુના મામલે સરકાર અને સત્તાવાળાઆેની નિ»ફળ કામગીરી ખુલ્લી પડી જ ગઇ છે. ખુદ સરકારી તંત્રના દાવા મુજબ, રાજયભરમાં સ્વાઇન ફુલને લઇ હાથ ધરાયેલા સવેૅક્ષણમાં અત્યારસુધીમાં શંકાસ્પદ જણાતાં હજારો વ્યકિતઆેને પ્રાેફાઇલેકટીક સારવાર હેઠળ આવરી લેવાયા છે. રાજયમાં હાલ સ્વાઇન ફલુના સેંકડો દદીૅઆે વિવિધ હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે. જે પૈકી અનેક દદીૅઆે વેન્ટીલેટર પર છે. સ્વાઈન ફ્લુને લઇને ભારે ખળભળાટ જારી રહ્યાાે છે. સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યાા હોવા છતાં કેસાેની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આંકડા પરથી આ બાબત સ્પષ્ટ થઇ જાય છે. ઘણા દદીૅઆે હજુ પણ સારવાર હેઠળ હોવાથી મોતનાે આંકડો વધવાની દહેશત છે.

print

Comments

comments

VOTING POLL