ગુજરાતમાં હજુ અતિભારે વરસાદ પડશેઃ તંત્ર સજ્જ

August 18, 2018 at 1:05 pm


દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશરની સ્થિતિ સજાૅયેલી છે અને હાલમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર તથા પૂવીૅય રાજસ્થાન ઉપર કેન્દ્રિત છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી દિવસાેમાં ભારે વરસાદની ચેતવણીને લઇને તંત્ર સાબદુ બની ગયું છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, નર્મદા, દમણ દાદરાનગર હવેલી, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, સુરત, ભરુચમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ જ મધ્ય ગુજરાત અને સાૈરા»ટ્રના અનેક ભાગાેમાં ભારે વરસાદ થયો હતાે. આ વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. બંગાળની ખાડીમાં સજાૅયેલું લો પ્રેશર છત્તીસગઢ અને આેરિસ્સા સુધી પહાેંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે, જે 24 કલાકમાં આગળ વધીને ગુજરાત સુધી પહાેંચશે. આ અપર એર સરક્યુલેશન સીસ્ટમ સજાૅતા ચોમાસુ સીસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ગુજરાતના ઘણાખરા ભાગાેમાં હજુ બે થી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ, તપા સહિતના પંથકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ, વરસાદ નાેંધાયો હતાે. તાે, તા.18મી આેગસ્ટે ડાંગ, તાપી, ભરૂચ, સુરત, વડોદરા, અમદાવાદ, ગીર-સાેમનાથ, ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. આ જ પ્રકારે તા.19મી આેગસ્ટે નવસારી, સુરત, ભરૂચ, ગીર-સાેમનાથ, જૂનાગઢ, દ્વારકા, પાેરબંદર અને જામનગર સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL