ગુજરાતમાં 18મી ડિસેમ્બર પૂવેૅ ચૂંટણી યોજાશે : પંચે સ્પષ્ટતા કરી

October 12, 2017 at 8:05 pm


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે કાર્યક્રમ જાહેર થતાં આની ચર્ચા જોવા મળી હતી. જો કે, આ સંદર્ભમાં ચૂંટણી પંચે કેટલાક તારણો આત્યં હતા. ગુજરાતમાં ચૂંટણીની તારીખોમાં હજુ વિલંબ થઇ શકે છે. જો કે, ચૂંટણી પંચે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ગુજરાત ચૂંટણી પણ 18મી ડિસેમ્બર પહેલા જ યોજાઈ જશે. ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાતના ચીફ સેક્રેટરીઅને રાજ્ય સરકારે ચૂંટણી પંચને પત્ર લખીને વધારાના સમયની માંગણી કરી હતી. કારણ કે, જુલાઈ મહિનામાં આવેલા પુર અને રાહત અને પુનઃવસવાટના કામો હજુ પરિપૂર્ણ કરવામાં આવ્યા નથી. મુખ્ય ચૂંટણી કમિશનર એકે જ્યોતિ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી હતી. માગાેૅ સંપૂર્ણપણે ધોવાઇ ગયા હતા. સÃટેમ્બર મહિનામાં રાહત કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી જેથી રાજ્ય સરકારે આચારસંહિતા અમલી બને તે પહેલા વધારાના સમયની માંગણી કરીહતી. આ ઉપરાંત પણ ચૂંટણીપંચે અન્ય કેટલાક કારણો આÃયા હતા. જો કે, પંચે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 18મી ડિસેમ્બર પહેલા પરિપૂર્ણ કરી લેવામાં આવશે. ગુજરાતમાં 182 સÇયોની વિધાનસભાની અવધિ 22મી જાન્યુઆરી 2018ના દિવસે પૂર્ણ થનાર છે. આવી જ રીતે ગુજરાતમાં વિધાનસભાની અગાઉની ચૂંટણી એટલે કે 2012માં બે તબક્કામાં યોજાઇ હતી.

13મી અને 17મી ડિસેમ્બરના દિવસે બે તબક્કામાં વર્ષ 2012માં ચૂંટણી યોજાઇ હતી.હાલમાં કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાતની મુલાકાત લઇને ચૂંટણી તૈયારીની સમીક્ષા કરી હતી. રાજકીય પક્ષો સાથે બેઠકો પણ યોજી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઆેને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ હાલમાં ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી હતી. જે દરમ્યાન ચૂંટણી પંચના અધિકારીઆેએ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનાે, પ્રતિનિધિઆે અને સરકારી અધિકારીઆે તથા સત્તાધીશો સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુક્ત અને વાજબી વાતાવરણમાં યોજવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી અને સ્પષ્ટ કરી દીધુ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં જ યોજાશે. ચૂંટણી દરમ્યાન નાણાંનાે દૂરપયોગ નાથવા માટે 24 કલાકના કંટ્રાેલ રૂમ રાજયમાં શરૂ કરવાની વાત પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. સાથે સાથે સવેૅલન્સ સ્કવોડની ટીમો ચેકીંગ માટે ઉતારવાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત બેંક ટ્રાન્ઝેકશન પર પણ સતત નજર રાખવાનાે નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો હતાે. રાજયમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન 55 હજાર જેટલા પાેલીંગ સ્ટેશન ઉભા કરવામાં આવનાર છે. જયાં સીસીટીવી કેમેરા, લોખંડી સુરક્ષા વ્યવસ્થા સહિતની ફુલ પ્રુફ વ્યવસ્થા તૈનાત કરવાની વાત પણ હાલમાં ચૂંટણી પંચે કરી હતી. ગુજરાત રાજયમાં 25મી સÃટેમ્બરે મતદાર યાદી સુધારણા પૂર્ણ થઇ ગઇ હતી અને રાજયમાં કુલ 10 લાખ, 46 હજાર નવા મતદારો ઉમેરાયા છે.આ સાથે રાજયના કુલ મતદારો ચાર કરોડ, 33 લાખ મતદારો નાેંધાયા છે. રાજયમાં કુલ 50,128 મતદાન મથકો ઉભા કરાશે, ગત ચૂંટણી કરતાં આ વખતે પાંચ હજાર જેટલા મતદાન મથકોનાે વધારો કરાયો છે. ચૂંટણી દરમ્યાન નાણાંકીય દૂરપયોગ નાથવા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઆેને પણ તૈનાત કરવામાં આવનાર છે. પંચની ટીમને બે દિવસની ગુજરાતની મુલાકાત દરમ્યાન વિવિધ રાજકીય પક્ષોના આગેવાનાે, પ્રતિનિધિઆે અને લોકોએ મળીને કેટલીક રજૂઆતાે કરી હતી અને સારી રીતે ન્યાયપૂર્ણ વાતાવરણમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે માટેના વાંધા-સૂચનાે પણ રજૂ કર્યા હતા. જેમાં રાજકીય પક્ષોએ ખાસ તાે, ચૂંટણી દરમ્યાન નાણાંનાે દૂરપયોગ ના થાય તે જોવા, મતદારયાદીમાં કોઇ ગડબડ ના થાય તે માટેની તકેદારી રાખવા, વોટર સ્લીપની વહેંચણી સરકારી અધિકારી દ્વારા જ કરવામાં આવે સહિતના વિવિધ મુદ્દાઆે પરત્વે રજૂઆત અને માંગણી કરી હતી.

print

Comments

comments

VOTING POLL