ગુજરાત ગૌરવયાત્રાનું ભાવનગર જિલ્લામાં ઠેર-ઠેર સ્વાગત-સભા

October 6, 2017 at 11:13 am


200 કાર અને 500 બાઇકના કાફલા સાથે ગૌરવયાત્રાને આવકારાઇ ઃ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ આગેવાન આઇ.કે. જાડેજા, સાંસદ નારણ કાછડીયા, મંત્રી આત્મારામ પરમાર સહિતના નેતાઆેની રહેલી ઉપિસ્થતી ઃ તળાજા, પાલિતાણા અને સિહોરમાં જનસભા
ભાજપ સરકારની ઉ5લબ્ધીઆે અને લોક કલ્યાણકારી યોજનાઆેના પ્રચાર-પ્રસાર હેતુથી યોજાયેલી ગુજરાત ગૌરવયાત્રાનો ગઇકાલે મહુવાથી ભાવનગર જિલ્લામાં પ્રવેશ થયા બાદ ઠેર ઠેર સ્વાગત અને સભા યોજાઇ હતી. કેટલીક જગ્યાએ વિરોધ પણ નાેંધાયો હતો. પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી તથા આઇ.કે. જાડેજા, મંત્રી આત્મારામ પરમાર સહિતના નેતાઆેએ ગૌરવયાત્રાનુ નેતૃત્વ કરી સરકારની ઉ5લબ્ધીઆે લોકો સુધી પહાેંચાડી હતી અને વિપક્ષ કાેંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. ગૌરવયાત્રાના આયોજનથી ગરમાવો જોવા મળી રહયો છે. ચુંટણી પુર્વેના દિવસોમાં વ્યાપક લોકસંપર્કના ભાજપના આયોજનથી વિપક્ષ માટે પણ પડકાર ઉભો થયો છે.
ગુજરાત ગૌરવ યાત્રા ભાવનગર પ્રવેશી હતી અને મહુવા પંથક બાદ તળાજા ખાતે ભવ્ય સ્વાગત તથા સભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, આઇ.કે.જાડેજા અને પ્રદેશ આગેવાનોનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, મહામંત્રીઆે દિલીપભાઇ શેટા, નારણભાઇ મોરી અને ઉમેશભાઇ મકવાણાની આગેવાનીમાં સાંસદ નારણભાઇ કાછડીયાની ઉપિસ્થતિ તેમજ યાત્રાના ઇન્ચાર્જ મહેન્દ્રભાઇ પનોતના માર્ગદર્શનમાં ગુજરાત ગૌરવ યાત્રાનું સફળતાપુર્વકનું આયોજન કરવામાં આવેલ.
જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદ, જીલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્યો, સેલ મોર્ચો આગેવાનો, શુભેચ્છકો સમથર્કોની હાજરીમાં આશરે 200 કાર અને 500 બાઇકના કાફલા સાથે યાત્રા ભાવનગર જિલ્લામાં પ્રવેશી અને ઠેરઠેર અભુતપુર્વ સ્વાગત કરવામાં આવેલ, તળાજા અને પાલિતાણામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી અને લોકોનો સ્વયંભુ જુવાળ કેસરીયા સાગરના રૂપમાં ઉમટી પડéાે હતો, લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડી યાત્રાને અવિશ્વનિય સફળતા અપ} હતી.તેમ જિલ્લા ભાજપ મિડીયા સેલના કન્વીનર કીશોર ભટ્ટે જણાવ્યુ હતુ.
જિલ્લા પ્રમુખના ગામમાં જ જનમેદની એકત્ર કરવાના ફાફા…!
પાલીતાણા, સિહોર અને સોનગઢમાં પણ વિરોધ થયો

ચુંટણી પુર્વે મતદારો સમક્ષ રાજય સરકારે કરેલા વિકાસના કાર્યો અને લોક કલ્યાણની યોજનાઆે ઉજાગર કરવા ભાજપે ગૌરવયાત્રા યોજી છે. ત્યારે પક્ષના જ અસંતુષ્ટ આગેવાનો અને કાર્યકરોએ મોકો જોઇ નીષ્ક્રીય બની જઇ નારાજગીનો પરચો પુરતા જનમેદની એકત્ર કરવામાં કેટલાક સ્થળોએ રીતસર ફાફા પડéા હતા. જેમાં તળાજામાં 10 હજારના લક્ષ્યાંક સામે 1 હજાર લોકો જ એકત્ર થયા હતા તો જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાના ગામ પાલીતાણામાં જ જનમેદની એકત્ર નહી થતા ગૌરવયાત્રાનુ નેતૃત્વ કરનાર પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના આગેવાનોને સભા સ્થળે લઇ જતા પુર્વે લોકો એકત્ર થાય તેની રાહ જોવી પડી હતી !
પાલીતાણામાં આંબેડકર સર્કલમાં કેટલાક દલિત આગેવાનોએ ગૌરવયાત્રાનો વિરોધ કર્યો હતો તો મોડેથી સિહોર પહોચેલી ગૌરવયાત્રામાં પણ વિરોધના નારા લાગ્યા હતા. પાટીદારો પરના પોલીસ કેસ પરત ખેંચવા રાજય સરકારે જાહેરાત કરી દઇ કુણુ વલણ દાખવ્યુ છે પરંતુ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) વચ્ચે હજુ સબંધો સુધર્યા નથી જેનો પુરાવો સિહોરમાં અપાયો હતો ! વડલા ચોકમાં પાટીદારો દ્વારા ગૌરવયાત્રાનો વિરોધ કરી જીતુ વાઘાણી હાય હાય તેવા નારા લગાવાયા હતા તો સભા સ્થળે કાેંગ્રેસના કાર્યકરોએ દોડી જઇ વિરોધ દશાર્વતા ધમા ચકડી મચી હતી અને તેઆેને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવાયા હતા. બુધેલના તત્કાલીન સરપંચ દાનસંગભાઇ મોરી સસ્પેન્સ થયા તેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીએ રાગÜેશ રાખ્યા હોવાનો આક્ષેપ સાથે હાથમાં બેનરો સાથે સભામાં દેખાવ કરાતા ગરમાવો આવી ગયો હતો.

print

Comments

comments

VOTING POLL