ગુજરાત ચૂંટણી તારીખોની જાહેરાત કેમ નહીં : કાેંગ્રેસ

October 12, 2017 at 8:03 pm


ચૂંટણી પંચે આજે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી ન હતી. આની સાથે જ કાેંગ્રેસે આક્ષેપ કયોૅ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇશારે આવું કરવામાં આવી રહ્યું છે. કારણ કે, મોદી 16મી આેક્ટોબરના દિવસે ગુજરાત જનાર છે. જો કે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાત ચૂંટણી માટેની તારીખ જાહેર નહીં થવાથી વડાપ્રધાનના પ્રવાસથી કોઇ મતલબ નથી. સુત્રોના કહેવા મુજબ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત આગામી સપ્તાહમાં કરવામાં આવનાર છે પરંતુ ચૂંટણી પંચે એમ પણ કહ્યું છે કે, ગુજરાતમાં મતાેની ગણતરી 18મી ડિસેમ્બરના દિવસે થશે. મોદી 16મી આેક્ટોબરના દિવસે ગુજરાત પહાેંચી રહ્યાા છે.

આ સંદર્ભમાં ચૂંટણી કમિશનર અચલકુમાર જ્યોતિએ કહ્યું હતું કે, મોદીના પ્રવાસ સાથે આને કોઇ લેવા દેવા નથી. કોટેૅ પણ કહ્યું છે કે, લાંબા સમય સુધી આચારસંહિતા અમલી રહેવી જોઇએ નહીં. ચૂંટણી પંચે તર્ક આપતા કહ્યું છે કે, રાજ્યમાં પુર પીડિતાેને સહાયતા આપવા માટે થોડોક સમય માંગ્યો હતાે. અલબત્ત હજુ સુધીની પરંપરા મુજબ આેછા અંતર પર થનાર ચૂંટણીની તારીખની જાહેરાત એક જ દિવસમાં થઇ શકી હોત. પંચે એમ પણ કહ્યું હતું કે, હિમાચલમાં મતગણતરી ગુજરાતની ગણતરીની સાથે જ થશે. મતલબ એ છે કે, ગુજરાતમાં પણ 18મી ડિસેમ્બર પહેલા ચૂંટણી થશે. કાેંગ્રેસે આક્ષેપ કયોૅ છે કે, ચૂંટણી પંચે પણ વડાપ્રધાનના ઇશારે આવું કામ કર્યું છે અને તારીખ જાહેર કરી નથી. જો કે, ચૂંટણી પંચે કાેંગ્રેસની અપીલને ફગાવી દીધી છે. પંચે આ સંદર્ભમાં દેશને જવાબાે આપવા જોઈએ. હિમાચલમાં કાર્યક્રમની આજે જાહેરાત કરાઈ હતી.

print

Comments

comments

VOTING POLL