ગુજરાત મિશન-2017 માટે ‘કોંગ્રેસ આવે છે’: મારે CM પદ નથી જોઈતું – બાપુ

March 20, 2017 at 6:03 pm


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ‘કોંગ્રેસ આવે છે’ના સૂત્ર સાથે નેતાઓ, ધારાસભ્યો, કાર્યકરોની ખાસ બેઠક મળી છે. બેઠકમાં અત્યારથી જ 2017ની ચૂંટણી માટે કામે લાગી જવા માટે આહવાન કરાયું છે. બેઠકમાં સંબોધતા શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે, ‘મારે સીએમ પદ નથી જોઈતું.’

ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત અંગે બોલતા શંકરસિંહે કહ્યું હતું કે, યુપીમાં જે કઈ બન્યુ તે ધ્રુવીકરણ હતું. સાથે જ તેમણે શરદ પવાર સાથેની મુલાકાતને લઈને કહ્યું હતું કે, ગઠબંધન અંગેનો નિર્ણય હાઈ કમાન્ડ કરશે. બાપુ માત્ર પરિણામ સુધી જ હરિફાઈમાં છે પરિણામ પછી હરિફાઈમાં નથી.

print

Comments

comments

VOTING POLL