ગુજરાત લોકભોગ્ય બજેટ

February 22, 2018 at 1:39 pm


નાણામંત્રી નીતિન પટેલે રાજ્યના બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કયુ છે. ચૂંટણીઓમાં મળી રહેલી અધકચરી સફળતાઓને કારણે આવું લોકભોગ્ય બજેટ રજુ કર્યુ હોય તેવું લાગી રહ્યું છે. કૃષિલક્ષી બજેટ આપવા સિવાય ગુજરાતની સરકાર પાસે બીજો વિકલ્પ જ નહોતો. કારણ કે કેન્દ્રના બજેટનો પડઘો પાડવો જરી હતો. એક તો વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામીણ ક્ષેત્રએ ભાજપને મારેલો ફટકો એ તાજો બનાવ છે. સ્વાયત સંસ્થાઓની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં પણ એકંદરે ભાજપે પંચાયતો અને પાલિકાઓ ગુમાવી જ છે અને હવે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેથી ગ્રામીણ પ્રજાની સમસ્યાઓ ઉકેલવા અને યોગ્ય સંકલન સાધવા સરકારે ઝઝૂમવું જ પડશે. ગ્રામીણ પ્રજાનો વિશ્ર્વાસ નહીં જીતાય તો લોકસભાની હાલની બેઠકોમાં ગાબડું પડવાની શકયતા છે. કેન્દ્રએ પણ એ જ કરવાનું છે અને ભાજપશાસિત રાય સરકારોએ પણ એ જ કરવાનું છે.

ગયા વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ હતી, તેમ છતાં ઉનાળો બેસે તે પહેલાથી ગુજરાતમાં પાણીની સમસ્યા, એ સળગતો પ્રશ્ન બની ગઈ છે. દુર્ભાગ્યની વાત એ છે કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનાં નીર તળિયે બેસી ગયા છે, એટલે સરકારે આવનારા પાણીની અછતના સંકટે મોરચો માંડવો પડશે. રજૂ થયેલા બજેટમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર પરિયોજના અંતર્ગત શહેરોને પણ ગ્રીન, કલીન અને એન્વાયર્મેન્ટ, ફ્રેન્ડલી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂગર્ભના પાણીને રિસાઈકલ કરીને તેનો ઉપયોગ ઉધોગો, કારખાનાઓ, બાગબગીચા તેમ જ બાંધકામ ક્ષેત્રે થઈ શકે તે માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવાની યોજના લાગુ કરાશે.

પાણીને સંબધં છે ત્યાં સુધી સરકારે બજેટમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો એમ બંનેને આવરી લીધા છે, જેથી બંને ક્ષેત્રોમાં સલામત રીતે અને પર્યા પાણી પૂં પાડી શકાય. સરદાર સરોવર યોજના હેઠળ સહભાગી સિંચાઈ યોજના અંતર્ગત ખેડૂતોની જમીન સંપાદન કર્યા વગર સિંચાઈનો લાભ મળે તેવું માળખું સરકાર બનાવશે. ગયા વર્ષે ઉત્તર ગુજરાતમાં વરસાદે કેર વર્તાવ્યો હતો. ત્યાં વિસનગર, મહેસાણા, ગાંધીનગર જેવા જિલ્લાઓનાં ગામોમાં સિંચાઈ યોજનાઓ બનાવવા સુજલામ સુફલામ યોજનાને આગળ વધારશે. એક સમયની ઉદાહરણપ ઉકાઈ– કાકરાપાર યોજના પર સરકારની નજર પડી છે અને તેનું આધુનિકીકરણ કરવાનું પગલું પ્રશસ્ય છે. એ યોજના અંતર્ગત આદિવાસીઓની તરસ મીટાવવાના સરકારના પ્રયાસ રહેશે, તેવું જણાય છે. પાણીનો વપરાશ ઓછો કરવા કૃષિક્ષેત્રે ટપક સિંચાઈને પ્રોત્સાહિત કરવાની જોગવાઈ પણ સરકારે મોટું ભંડોળ ફાળવીને કરી છે.
ચૂંટણી માટે યુવાનોને પણ જેટલો લાભ આપી શકાય, સરકારે આપવાનું નક્કી કયુ છે. યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો આપવા, માસિક પ્રોત્સાહક રકમ આપવા, સરકારના વિવિધ વિભાગોમાં ૩૦ હજાર નવી ભરતી કરવા, પશુફાર્મની સ્થાપના માટે ફાર્મ દીઠ ત્રણ લાખની સહાય પણ યુવાનો લઈ શકશે. મુખ્ય શહેરોમાં લાયઓવર બ્રિજ બાંધીને ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારવાનું ભંડોળ પણ બજેટમાં છે. યાત્રાધામો વિકસાવવાની જોગવાઈ કરનાર સરકારે ગુજરાતમાં પ્રવાસન ઉધોગને થોડો ફટકો પડે તેવો નિર્ણય લઈને વ્હીસ્કી, બિયર, વાઈન અને રમ જેવાં પીણા પરના કરવેરામાં જંગી વધારો કર્યેા છે. કદાચ તો જ પાણીની સ્થિતિમાં સુધારો થઈ શકશે!

print

Comments

comments

VOTING POLL