ગુમ થયેલા શ્રમીકનો હત્યા કરાયેલો મૃતદેહ કુવામાંથી મળી આવતા ચકચાર

December 7, 2017 at 10:45 am


-કળમોદર ગામની સીમમાંથી,મૃતકનું બાઇક રાળગોનની સીમમાંથી બિનવારસી આવ્યું હતું પોલીસ તપાસનો ધમધમાટ
મહુવા તાલુકાના કળમોદર ગામની સીમમાંથી ખેતમજુર યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ કુવામાંથી મળી આવતા નાનકડા એવા કળમોદર ગામમાં ચકચાર ફેલાઇ જવા પામી છે.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના રાણીવાડા ગામે રહેતા કોળી રમેશભાઇ અમરાભાઇ સાંખટ (ઉ.વ.35)એ કળમોદર ગામે આલીગભાઇ કામળીયાની વાડીએ ભાગીયું રાખી ખેત મજુરી કરતો હતો.
શ્રમીક યુવાન રમેશભાઇ સાંખટ ગત 4થીના રોજ મોટર સાયકલ લઇ ગામમાં જવાનુઃ કહી નિકýયા બાદ રહસયમય રીતે ગુમ થયા હતા જેને તેના મોટાભાઇ જીવણભાઇ સહિતનાઆેએ ઠેર-ઠેર તપાસ કરતા તેની કોઇ ભાળ મળી ન હતી.
રમેશભાઇનું મોટર સાયકલ બીજા દિવસે રાળગોન ગામની સીમમાંથી બિનવારસી મળી આવતા પરિવાર જનોમાં કંઇક અજુગતું બન્યાની ચિંતા વ્યકત કરી હતી.
જીવણભાઇ અને તેના સબંધીઆે રમેશભાઇની ચિંતા ભરી શોધખોળ કરી રહ્યા હતાં તે દરમ્યાન કળમોદર ગામની સીમમાં આવેલા ત્રીકમભાઇ જેરામભાઇ મકવાણાની વાડીના કુવા પાસે રમેશભાઇના ચપ્પલ મળી આવતા બગદાણા પોલીસને જાણ કરી હતી.
બગદાણાના પી.એસ.આઇ. પરમાર અને સ્ટાફ કળમોદર ગામે દોડી ગયા હતા અને મોડી સાંજે ત્રીકમભાઇ મકવાણાની વાડીના કુવામાંથી ગુમ થયેલા રમેશભાઇનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો રમેશાભાઇને માથાના ભાગે તિક્ષ્ણ હિથયારના ત્રણ ઘા મારી હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ અંગે જીવણભાઇ સાંખટે બગદાણા પોલીસમાઅં અજાÎયા ઇસમ વિરૂધ્ધ તેના ભાઇની તિક્ષ્ણ હિથયારના ઘા ઝીકી હત્યા કર્યાની ફરિયાદ લખાવતા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL