ગુરૂજન સોસાયટીના સભાસદોને શેર સર્ટી. ઈશ્યુ કરવા, સનદ–દસ્તાવેજો આપવા હોદ્દેદારોને લવાદનો હુકમ

February 3, 2018 at 3:07 pm


શહેરમાં કોઠારિયા રોડ ઉપર આવેલ ગુરુજન કો-આેપરેટીવ હાઉસીગ સોસાયટી આવેલ છે. દરમિયાન સોસાયટીએ એકર 2-00 ગુંઠા જમીન ખરીદ કરેલ અને ત્યારબાદ સોસાયટીએ ખેડવાણ જમીન એકર 1-01 ગુંઠા ખરીદ કરેલ. શહેરી જમીન ટોચ મર્યાદા ધારો અમલમાં હોવાથી એકર 1-01 ગુંઠાનો દસ્તાવેજ વગર નાેંધ્યે પેન્ડિ»ગ રહેલ. સોસાયટીના સભાસદો પૈકીના કુલ 28 જેટલા સભાસદોને આ જમીન ઉપર આશરે 25 વર્ષ પહેલા ત્રાહિત વ્યિક્તઆે મારફત દબાણ ઉભું કરી પેશકદમી થતાં જે તે સમયના હોદેદારોએ સદરહું જમીનનો કબજો સભાસદોને સાેંપેલ અને ત્યારથી સભાસદો રહેણાંકના મકાનો બાંધ રહે છે.

સદરહુ જમીનનો વેચાણ દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે તે સમયે યુએલસી એકટની જોગવાઈઆે અન્વયે પેન્ડિ»ગ રહેલ તે નાેંધાવવા, ખેતીની જમીનનો હેતુ ફેર કરાવી બિનખેતી કરાવવા, સોસાયટીના સભાસદોને ફાળવેલ પ્લોટોની જમીન રેગ્યુલરાઈઝડ કરાવી સભાસદોને ટાઈટલ દસ્તાવેજો આપવા અંગેની કાર્યવાહીઆે સોસાયટીના હોદેદારોએ કરવાની હતી. તેમજ સોસાયટી દ્વારા તમામ સભાસદો પાસેથી શેર ફીની રકમ સ્વીકારવામાં આવેલ હોવા છતાં સોસાયટીના સભાસદોને શેર સટિર્ફિકેટથી વંચિત રાખવામાં આવ્યા હતા. સભાસદ સવજીભાઈ નથુભાઈ પટેલ તથા જેરામભાઈ મોહનભાઈ વોરાએ લવાદ કોર્ટ સમક્ષ કેસ દાખલ કરેલ. આ લવાદ કેસ ચાલી જતાં રાજકોટની લવાદ કોર્ટના જજ પી.કે.મકવાણાએ સભાસદોનો દાવો મંજુર કરી સોસાયટીના જે સભાસદોને શેર સટિર્ફિકેટ આપવામાં આવેલ નથી તેઆેને શેર સટિર્ફિકેટ આપવા, સોસાયટીની મિટિંગોમાં સોસાયટીએ કરેલ કાર્યવાહીઆેપી જાણકારી સોસાયટીના તમામ સભાસદોને આપવી, વાર્ષિક સાધારણ સભા તેમજ મિટિંગોમાં સભાસદોને હાજર રહેતા અટકાવવા નહી, મતાધિકાર તેમજ ચૂંટણીમાં ભાગ લેવા દેતા અટકાયત અવરોધ કરવો નહી. તેમજ સોસાયટીની જમીનનો વેચાણ દસ્તાવેજની નાેંધણી કરાવી જમીન રેગ્યુલરાઈઝ કરાવી સભાસદોને સનદ વિગેરે નિયમોનુસારના ટાઈટલ દસ્તાવેજો આપવા તેવો સોસાયટીના હોદેદારો સામે હુકમ ફરમાવેલ છે. આ દાવામાં વાદીઆે તરફથી નિલેશ જી.પટેલ એડવોકેટ રોકાયેલા હતા.

print

Comments

comments

VOTING POLL