ગુર્જર આંદોલન ચોથા દિવસે પણ યથાવત જારી : કલમ 144 લાગૂ

February 11, 2019 at 7:42 pm


રાજસ્થાનમાં પાંચ ટકા અનામતની માંગની સાથે ગુર્જર નેતાઆેનું આંદોલન આજે ચોથા દિવસે પણ જારી રહ્યું હતું. રાજસ્થાનના દૌસા જિલ્લામાં આગરા સાથે જયપુરને જોડનાર નેશનલ હાઈવે-11 ઉપર નાકાબંધી કરવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થાઆે અને સરકારી નાેકરીઆેમાં પાંચ ટકા અનાતમની માંગને લઇને શરૂ કરવામાં આવેલા આંદોલનની આજે પણ માઠી અસર જોવા મળી હતી. અનેક જગ્યાઆેએ સીઆરપીસીની કલમ 144 લાગૂ કરવામાં આવી છે. ધૌલપુરમાં સીઆરપીસીની કલમ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા છે. કરોલી જિલ્લામાં પણ આવી જ હાલત બનેલી છે. મોટી સંખ્યામાં ટ્રેનાે રદ કરવામાં આવી ચુકી છે જેથી જનજીવન ઉપર માઠી અસર થઇ છે. આંદોલનના કારણે અનેકના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આના કારણે સામાન્ય લોકો હવે ભારે મુશ્કેલી અનુભવ કરી રહ્યાા છે. કેટલીક ટ્રેનાેને આંશિક રીતે રદ કરવામાં આવી છે. ગુર્જર સમુદાયના લોકો વધારે મક્કમ બનીને આગળ વધી રહ્યાા છે. રવિવારના દિવસે હિંસક દેખાવ કરવામાં આવ્યા બાદ હવે તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે.પશ્ચિમ રેલવને અને પશ્ચિમ મધ્ય રેલવે તરફથી ટ્રેનાેને માઠી અસર થઈ છે. ગુર્જર નેતા કિરોડીિંસહે કહ્યું છે કે આ લડાઈ આરપારની છે. તેમણે આજે પણ કહ્યું હતું કે જ્યાં સુધી ગુર્જર સમુદાયને પાંચ ટકા અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સવાઈમાધોપુરા-બયાના વચ્ચે ગુર્જર આંદોલન જોરદાર રીતે જારી છે. ગુર્જરોના પ્રદર્શનના કારણે પશ્ચિમી મધ્ય રેલવેના કોટા ડિવીઝનની અનેક ટ્રેનાેના રૂટ બદલી નાંખવામાં આવ્યા છે. કેટલીક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનાેને અડવચ્ચે સુધી ચાલુ રાખવામાં આવી છે. કોટા ડીઆરએમ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે કેટલીક ટ્રેનાેના રૂટ બદલી દેવામાં આવ્યા છે. દરમિયાન ગુર્જર આંદોલનને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગાેઠવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનના કારણે હજુ સુધી 45થી વધુ ટ્રેનાેને રદ કરવામાં આવી ચુકી છે. 20થી વધુ ટ્રેનાેના માગૅ બદલી દેવામાં આવ્યા છે. પ્રદર્શનના કારણે કેટલીક ટ્રેનાેને અટકાવી દેવામાં આવી છે. રાજસ્થાનના કોટા મંડળમાં ગુર્જર આંદોલનના કારણે આંશિક ટ્રેનાે રદ કરવામાં આવી હતી. અનેક ટ્રેનાેના રુટ બદલી દેવામાં આવ્યા હતા. ટ્રેનાેમાં ફેરફારના કારણે માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. પાેલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આંદોલનને ધ્યાનમાં લઇને રાજસ્થાન આમીૅ કોન્સ્ટેબલરી (આરએસી)ની 17 કંપનીઆે તૈનાત કરવામાં આવી છે. જેમાં એક સ્પેશિયલ ટાસ્ક ફોસૅ પણ સામેલ છે. ગુર્જર સમાજ સરકારી નાેકરી અને શિક્ષણ સંસ્થાઆેમાં અનામતની માંગ ઉપર મક્કમ છે. રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના કારણે આવતીકાલે મંગળવારના દિવસે 12 ટ્રેનાે અને બુધવારના દિવસે 15 ટ્રેનાે રદ કરવામાં આવનાર છે. આમા હઝરત નિઝામુદ્દીનથી આવનાર ટ્રેનાે પણ સામેલ છે. છેલ્લા ચાર દિવસના ગાળામાં 260થી વધુ ટ્રેનાેને માઠી અસર થઇ છે. આજે જે ટ્રેનાે રદ કરવામાં આવી હતી તેમાં કોચુવેલી-ચંદીગઢ એક્સપ્રેસનાે સમાવેશ થાય છે. ગુર્જર આંદોલનના પરિણામ સ્વરુપે બાંદરા ટ##352;મનસ અને સવાઈ માધોપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે. આ સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ધૌલપુરમાં અસામાજિક તત્વો દ્વારા પાેલીસ વાહનાેને આગ ચાંપવામાં આવ્યા બાદ કલમ 144 લાગૂ કરવામાં આવી છે. સરકાર અને આંદોલનકારીઆે વચ્ચે કોઇપણ પ્રકારની વાતચીત પણ થઇ નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એકબીજાને જવાબદારી સાેંપવાની વાત કરી રહી છે. ગઇકાલે રવિવારના દિવસે પણ દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક ઉપર આંદોલનના લીધે 20 ટ્રેનાે રદ કરવામાં આવી હતી. આજે સતત ચોથા દિવસે હાઈવે અને રેલવે ટ્રેક ઉપર નાકાબંધી કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL