Google app માં શરૂ કરવામાં આવ્યું આ નવું ફીચર, જાણો ખાસિયતો

February 20, 2018 at 1:05 pm


ટેકનોલોજી ક્ષેત્રે દિગ્ગજ કંપની ગૂગલએ ગૂગલ એપ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ નવું ફીચર ગૂગલ એપમાં લેવામાં આવેલાં સ્ક્રીનશોર્ટને એડિટ કરવાનું અને તેને શેર કરવાનું સરળ બનાવશે. રિપોર્ટના અનુસાર, કંપનીએ ગત વર્ષે એપ્રિલમાં પોતાની એપ માટે આ નવા ફીચરનાં સ્ક્રીનશોટ એડિટરનું ટેસ્ટિંગ શરૂ કર્યુ હતું.જો કે, અત્યારે આ ફીચર માત્ર ગૂગલ એપનાં બીટા વર્જન 7.21માં ઉપલબ્ધ છે અને કંપની જલ્દી બધા યૂઝર્સ માટે આ ફીચરને લોન્ચ કરે તેવી અપેક્ષા છે. તેનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટ એન્ડ પ્રાઈવસી પર જઈને ‘Edit and share screenshots’ લખ્યું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ઈનેબલ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી દરેક વખતે સ્ક્રીનશોટ લેતી વખતે એડિટ અથવા શેર કરવાનો વિકલ્પ જોવા મળશે.
તેના પછી તમે એડિટર ટેપ કરો છો, તો ગૂગલ ક્રોમ અને ડૂડલ સહિત વિકલ્પોની સાથે બેસિક એડિટરને પણ ઓપન કરશે. સ્ક્રીનશોટ એડિટ કર્યા પછી ઈમેજને સેવ કરી શકો છો.

print

Comments

comments

VOTING POLL