ગૂગલ ઉપર અબજો રૂપિયાની કરચોરીનો આરોપ

January 5, 2019 at 10:33 am


ગૂગલે વિદેશી કરનું ચૂકવણું કરવાથી બચવા માટે વર્ષ 2017માં 23 અબજ ડોલરની ભારે ભરખમ રકમ બરમુડામાં ટ્રાન્સફર કરી હતી. એક નવા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. બરમુડા ઉત્તરી એટલાન્ટીક મહાસાગર સ્થિત કરમુક્ત દ્વિપ છે. જો કે આ એક બ્રિટીશ પ્રવાસી ક્ષેત્ર છે પરંતુ સ્વતંત્ર રીતે એક દેશ તરીકે આેળખાય છે.

ડચ ચેમ્બર આેફ કોમર્સને સાેંપવામાં આવેલા દસ્તાવેજ અનુસાર ગૂગલે આ કામ ‘ગૂગલ નેધરલેન્ડ હોલ્ડિંગ્સ બીવી’ નામની એક ડચ મુખોટા કંપની દ્વારા કર્યું હતું. આ રકમ કંપની દ્વારા વર્ષ 2016માં સ્થળાંતરિત કરવામાં આવેલી રકમના મુકાબલે 4.5 અબજ ડોલર વધુ હતી.

ગૂગલે આ કામ માટે કરચોરીની એક આંતરરાષ્ટ્રીય રણનીતિનો ઉપયોગ કર્યો હતો જેને ડબલ ડાયરિશ, ડચ સેન્ડવિચ નામથી આેળખવામાં આવે છે.

ડચ સહાયક કંપનીએ કંપનીની અમેરિકાથી બહાર રહેલી રોયલ્ટીને ગૂગલ આયર્લેન્ડ હોલ્ડિંગ્સને સ્થળાંતરિત કરી હતી. આયર્લેન્ડ હોલ્ડિંગ્સ બરમુડાની કંપની છે જ્યાં કંપનીઆેએ કર ચૂકવવાનો રહેતો નથી.

આ પગલાથી ગૂગલને અમેરિકી આવકવેરો ચૂકવવામાંથી મુિક્ત મળી હતી. દસ્તાવેજ અનુસાર ગૂગલ નેધરલેન્ડ હોલ્ડિંગ્સે વર્ષ 2017માં નેધરલેન્ડમાં કરના રૂપમાં 38 લાખ ડોલરનું ચૂકવણું કર્યું હતું જે 1.55 કરોડ ડોલરનું ચૂકવણું કર્યું હતું.

print

Comments

comments

VOTING POLL