‘ગૂડબાય’ નેનોઃ આવતા વર્ષથી કારનું ઉત્પાદન અને વેંચાણ બંધ કરાશે

January 25, 2019 at 11:04 am


રતન ટાટાની ડ્રીમ કાર ‘ટાટા નેનો’ કે જે સૌથી સસ્તી ફેમિલી કાર તરીકે જગવિખ્યાત બની હતી તેનું ઉત્પાદન અને વેચાણ એપ્રિલ-2020થી અટકાવી દેવામાં આવશે. પશ્ચિત બંગાળના સિંગુરમાં તીવ્ર વિરોધના પગલે ટાટા નેનોનો પ્લાન્ટ રિલોકેટ કરવાની સ્થિતિ સજાર્ઈ હતી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રતન ટાટાને ‘વેલકમ’નો એસએમએસ કરીને રાતોરાત સાણંદમાં જમીન ફાળવી હતી તે નેનો અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતી અને હવે બીએસ-6ના નવા નિયમો આવી રહ્યાં છે ત્યારે કંપની અન્ય કાર સાથે ટાટા નેનોને પણ અપગ્રેડ કરવાની યોજના ધરાવતી નથી તેથી એમ કહી શકાય કે એપ્રિલ 2020માં નવા નિયમો બનવા સાથે જ ટાટા નેનોનું ઉત્પાદન અને વેચાણ અટકી જશે.

ટાટા મોટર્સના પેસેન્જર િવ્હકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ મયંક પરીખે ગુરૂવારે હૈદરાબાદમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘નેનોનું ઉત્પાદન સાણંદ પ્લાન્ટમાં થાય છે. જાન્યુઆરીમાં નવા સેફટી નિયમો આવ્યા છે, એપ્રિલમાં વધુ કેટલાક નિયમો આવશે અને આેકટોબરમાં નવા સેફટી નિયમો આવશે અને 1 એપ્રિલ 2020થી બીએસ-6 અમલી બનશે, તેથી તમામ પ્રાેડકટ્સ (બીએસ-6 નિયમો)નું પાલન નહી કરે અને અમે તમામ પ્રાેડકટ્સને અપગ્રેડ કરવા માટે રોકાણ નહી કરીએ અને નેનો તે પૈકીની એક છે.’

બીએસ-6ના અમલ બાદ ટાટાની અન્ય કેટલીક કારનું ઉત્પાદન પણ અટકી જેશે એવો સંકેત તેમણે આપ્યોહતો. ટૂ-વ્હીલર પર મુસાફરી કરતાં ભારતના કુટુંબોને સલામત અને એફોર્ડેબલ વિકલ્પ આપવા માટે રતન ટાટાએ નેનોનું સ્વપ્ન જોયું હતું.

print

Comments

comments

VOTING POLL