ગેરકાયદેસર જાતિ પરિક્ષણ કરનાર ડો. રામાણી સહીત પાંચ વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ

October 7, 2017 at 11:19 am


ગત 24મીએ ડો.રામાણી જાતી પરિક્ષણ કરતા ઝડપાયા જિલ્લા આરોગ્ય અધિકારીએ તેના બન્ને સોનોગ્રાફી મશીન સીલ કર્યા
શહેરના ઘોઘારોડ શહેર ફરતી સડક પર મહાદેવ મેટરનીટી હોમમાં ગત 24-9ના રોજ ડો.અજય રામાણી જાતી પરિક્ષણ કરતા ઝડપાયા હતા આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ ડો.રામાણી તથા તેને મદદ કરનાર પાંચ વિરૂધ્ધ અત્રેની ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી તેના બન્ને મેટીરનીટી હોમના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે.
આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘારોડ શહેર ફરતી સડક ઉપર આવેલા મહાદેવ મેટરનીટી એન્ડ સજીર્કલ હોસ્પિટલમાં ડો.અજય રામાણી ગત તા.24-9ના રોજ સગભાર્ મહિલાનું ગેરકાયદેસર ગર્ભ પીરક્ષણ કરતા જિલ્લા આરોગ્ય અીધકારીએ ઝડપી લીધા હતાં.
ગેર કાયદેસર ગર્ભ પરિક્ષણ કરનાર ડો.અજય રામાણી તથા તેને મદદ કરનારા જગતભાઇ દવે, રસીકભાઇ સરવૈયા તેમજ નારીના શ્રીમતી આર.રાઠોડ અને બોટાદના કુ.પી.એમ.રાઠોડ સામે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલએ અત્રેની ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એકટના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડો.અજય રામાણી વિરૂધ્ધ ચીફ કોર્ટમાં ફરિયાદ દાખલ થતા ભાવનગરના તબીબી વતુર્ળમાં ચકચાર ફેલાઇ જવા પામી છે જિલ્લા આરોગ્ય અધિકારીએ તેનું શહેર ફરતી સડક ઉપરના કલીનીકનું તથા મેઘાણી સર્કલ આવેલા કલીનીકના સોનોગ્રાફી મશીન સીલ કર્યા છે.

print

Comments

comments

VOTING POLL