ગોંડલના અગ્નિકાંડમાં ગુજકોટના અધિકારીઓ શંકાના દાયરામાં

February 9, 2018 at 12:55 pm


ગોંડલમાં ઉમરાળા રોડ પર આવેલ મગફળીના ગોડાઉનમાં આગ પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમે ગોડાઉન નિયમ મુજબ ન હોવા છતાં ગુજકોટના અધિકારીઓએ ભાડે આપી દીધું હોય શંકાના આધારે ગઈકાલે આકરી પુછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન ગોડાઉનમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળી મગફળીઓ ચોરાઈ ગઈ હોય મંડળીઓના પ્રમુખની પુછપરછ કરાશે. અગાઉ પકડાયેલા ગોડાઉન માલીક સહિત 6 શખસો હાલ રીમાન્ડ પર હોય પોલીસે અગ્નિકાંડ પ્રકરણમાં વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોંડલમાં રામરાજ્ય ગોડાઉનમાં વેલ્ડીંગ કરતી વેળાએ આગ ભભુકી ઉઠતા ા.28 કરોડની મગફળી ખાક થઈ જતાં રાજ્ય સરકારે ગણતરીની કલાકોમાં કૌભાંડ થયાની શંકાએ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપતા સીઆઈડી ક્રાઈમના વડા દિપાંકર ત્રિવેદીએ બે ડીવાયએસપી સહિતના અધિકારીની ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

તપાસ દરમિયાન ગોડાઉનમાં દરવાજો ફીટ કરવાનું કામ ચાલતું હોય જે દરમિયાન વેલ્ડીંગનો તણખો ઝરતા આગે વિકરાળ સ્વપ ધારણ કયર્નિું પ્રાથમીક તપાસમાં બહાર આવતા સીઆઈડી ક્રાઈમે ગોડાઉન માલીક દિનેશ સેલાણી તથા ગોડાઉનનું દેખરેખ રાખનાર મયુર ડાભી તેમજ વેલ્ડીંગ કામ કરનાર ઉમેશ મહેતા, કમલેશગીરી ગોસ્વામી, રણવીર વિસાણી, મિલન ગોંડલીયા સહિતનાઓની ધરપકડ કરી પાંચ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.
દરમિયાન ઉમરાળા રોડ પર આવેલ ગોડાઉન ગુજકોટના અધિકારીઓએ નિયમ મુજબ ન હોવા છતાં ભાડે આપી દીધું હોય શંકાના દાયરામાં આવી જતાં શંકાસ્પદ અધિકારીઓને ગઈકાલે બોલાવી આકરી પુછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન ગોડાઉનમાંથી ઉચ્ચ કેટેગરીની મગફળી બારોબાર ચોરી થઈ ગયાની શંકાએ તપાસનો ધમધમાટ શ કર્યો હતો. જેમાં 13 મંડળીઓની મગફળી આ ગોડાઉનમાં હોય જેથી મંડળીઓના પ્રમુખની પુછપરછ માટે કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL