ગોંડલના મગફળીના ગોડાઉનમાં આગ લગાડયાનો ધડાકો

February 2, 2018 at 12:24 pm


ગાેંડલમાં મંગળવારે મગફળીના ગોડાઉનમાં શંકાસ્પદ લાગેલી ભીષણ આગમાં રૂા.28 કરોડની મગફળીનો જથ્થો ભસ્મીભૂત થઈ જતાં 48 કલાકમાં જ તપાસ સીઆઈડીને સાેંપવામાં આવી હતી. જેમાં મગફળીના ગોડાઉનમાં બહારથી આગ લગાડયાની શંકાએ તપાસનો ધમધમાટ શરૂ કરતા આ કૌભાંડ છૂપાવવા આગ લગાડયાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે સીઆઈડી દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. કલેકટ વિક્રાંત પાંડે, સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી, એસપી સહિતના અધિકારીઆેના ગાેંડલમાં ધામા. પત્રકાર પરિષદમાં ધડાકા-ભડાકા થવાની સંભાવના સેવાઈ રહી છે.

જાણવા મળતી વિગત મુજબ ગાેંડલમાં આવેલ રાજરાજ્ય ગોડાઉનમાં મંગળવારે સાંજે ભીષણ આગ ભભુકી ઉઠી હતી. બનાવના પગલે ફાયર બ્રિગેડનો કાફલો દોડી જઈ આગ બુઝાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ હજુ સુધી આગના લબકારા ચાલુ હોય અને આ આગ કૌભાંડ છૂપાવવા લગાડયાના આક્ષેપથી તપાસ સીઆઈડીને સાેંપવામાં આવતા સીઆઈડીએ સીટની રચના કરી તેનું સુપરવિઝન ડીઆઈજી દીપાંકર ત્રિવેદી કરશે. તપાસની શરૂઆતમાં જ મગફળીના ગોડાઉનમાં આગ બહારથી લગાડયાની શંકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં વેલ્ડીગ મશીનથી આગ લગાડવામાં આવી હોવાનું પ્રાથમીક તારણ બહાર આવ્યું હતું. દરમિયાન મગફળીના ગોડાઉનમાં આગના સંદર્ભે પુરવઠા વિભાગ દ્વારા પાંચ આેઈલ મીલ અને મંડળીઆેમાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. કલેકટર વિક્રાંત પાંડે, સીઆઈડીના ડીઆઈજી દિપાંકર ત્રિવેદી, જિલ્લા એસપી અંતરીપ સુદ ગાેંડલ દોડી ગયા હતા અને આજે બપોરે પત્રકાર પરિષદમાં વિગતો આપવાના હોય કડાકા-ભડાકા થવાના અેંધાણ વતાર્ઈ રહી છે.

print

Comments

comments

VOTING POLL