ગોંડલના રોકાણકતર્ઓિના મ્યુચ્યુઅલ બેનિફિટમાં કરોડો પિયા અટવાયા

February 28, 2018 at 11:37 am


ગોંડલ શહેર તેમજ તાલુકાનાં હજારો લોકો દ્વારા શહેરનાં ગુંદાળા રોડ ઉપર શરૂ થયેલ રિયલ ઇન્ડિયા બેનિફિટ્સ કોર્પોરેશન લિમિટેડ કંપ્નીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી કંપ્નીના માલિક અને અધિકારીઓ દ્વારા હાથ ઊંચા કરી દેવાતા આ કતર્ઓિની હાલત કફોડી થવા પામી છે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં બેંકોના નાણાં અને શ્રીમંતો દ્વારા કરોડો અને અબજો રૂપિયામાં ઉઠી જવા ના સમાચાર દિનપ્રતિદિન પ્રસિદ્ધ થઈ રહ્યા છે ત્યારે ગોંડલના ગુંદાળા રોડ ઉપર બે વર્ષે પહેલા લખનઉની રીયલ ઈન્ડિયા મ્યુચ્યુઅલ બેનિફિટ્ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી.

શહેર-તાલુકાના 20 જેટલા એજન્ટો દ્વારા ડેઇલી રિકરિંગ શિક્ષણ ડિપોઝિટ અને બચત કામમાં લાખ્ખો રૂપિયાના રોકાણ કરવામાં આવ્યા હતા, રોકાણ કરતાં ઓમાનના રજનીકાંતભાઈ વાછાણી દિલીપભાઈ દોશી, ચિરાગભાઈ અઢિયા, દિનેશભાઈ ઉમરાણીયા, અને કીરીટભાઇ ભુવા સહિતનાઓએ જણાવ્યું હતું કે ગોંડલ શહેર અને તાલુકામાંથી પણ કતર્ઓિ દ્વારા દોઢથી બે કરોડ રૂપિયાનું કંપ્નીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે આ કંપ્ની દ્વારા પ્રથમ વર્ષે રેગ્યુલર પેમેન્ટ કરી આપવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા વર્ષમાં કંપ્નીએ હાથ ઉચા કરી દેતાં હાલના રોકાણ કતર્ઓિના કરોડો રૂપિયા અટવાઈ જવા પામ્યા છે આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

આ કંપ્નીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા એજન્ટ એવા વિમલભાઈ જોષી દ્વારા રૂપિયા 16 લાખ અને રજનીકાંતભાઈ વાછાણી દ્વારા રૂપિયા 4 લાખ રોકાણ કરવામાં આવ્યા હતા કંપ્નીએ તેઓને ચેક આપેલ હોય જે પાસ ન થતા ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે આ કંપ્નીના માલિક પ્રદીપ ગુપ્તા કરીને લખનઉ ના વ્યક્તિ હોય તંત્ર દ્વારા તાકીદે તપાસ હાથ ધરી રોકાણકતર્ઓિને ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉપરોક્ત રોકાણ કરતાંઓ એ વધુમાં જણાવ્યું આ કંપ્ની દ્વારા રાજકોટ,ગોંડલ, જેતપુર, ધોરાજી, જૂનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં ખોલવામાં આવી હતી જો સમગ્ર શહેરોનો રોકાણોનો હિસાબ કરવામાં આવે તો અબજો રૂપિયાની રકમ પણ થઈ શકે તેમ છે.

print

Comments

comments

VOTING POLL