ગોંડલનો વિકાસ પાટા પરથી ઉતર્યો: જીવલેણ ખાડામાં બસ ખુંચી, મુસાફરોનો જીવ તાળવે

September 13, 2017 at 12:54 pm


ગોંડલમાં ટ્રાફિકથી ધમધમતા સેન્ટ્રલ સિનેમા ચોકમાં એસટી બસનું આગલુ વ્હીલ રોડમાં ખુંચી જતા અને બસ ખુચી જતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. બસચાલકે મુસાફરોને સલામત રીતે ઉતારી તંત્રને જાણ કરી હતી. શહેરના હાર્દસમા ચોકમાં બનેલી ઘટનાને લઈ વિકાસ ગાંડો જ નહીં પણ તોફાને ચડયાનું લોકો કટાક્ષમાં બોલી રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ બપોરના સુમારે જીજે18વાય 2362 નંબરની વાંસાવડ-અમરેલી ટની બસ સેન્ટ્રલ સિનેમા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે વળાંકમાં જ બસનું ડ્રાઈવર સાઈડનું વ્હીલ રોડમાં ખુંચી જતા અને બમ્પર સહિતનો બસનો મોરો રોડને અડી જતાં બસ ખાંગી થઈ ગઈ હતી. ચાલુ બસે બનાવ બનતા મુસાફરો ગભરાઈ ઉઠતા ચાલકે બસમાંથી મુસાફરોને સલામત રીતે ઉતારતા હાશકારો થવા પામ્યો હતો. અલબત ખાડામાં બસ ખુચી ગઈ હાયે મુસાફરો રઝડી પડયા હતા.

નગરપાલિકા દ્વારા સિનેમા નજીક પાણીની પાઈપલાઈન તુટી હોય મરામત કરા હતી. પરંતુ થાગડથીગડ માટે કુખ્યાત બનેલા તંત્ર દ્વારા ખોદકામ બાદ યોગ્ય બુરાણ અને પેચવર્ક કર્યુ ના હોય એસટી બસ કહેવતા વિકાસનો શિકાર બનવા પામી હતી. બસનું વ્હીલ ખુચી જતા અને ખાંગી થતા ટ્રાફિકને પણ અસર પહોંચી હતી. ઘટનાને લઈ એકત્રીત લોકો કહી રહ્યા હતા કે લ્યો અહીં નગરપાલિકા તો વિકાસ ગાંડો જ નહીં એ તોફાને ચડયો છે.

print

Comments

comments

VOTING POLL