ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના કારણે નજીક સ્કૂલમાં રજા રાખવાની નોબત

February 3, 2018 at 11:24 am


ગાેંડલના ઉમવાડા રોડ ઉપર આેક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કુલમાં વેરહાઉસમાં લાગેલી આગનો ધુમાડો અને રજ વ્યાપક પ્રમાણમાં આવી રહી હોય સ્કૂલના ટ્રસ્ટી જગદીશ સાટોડિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઆેના આરોગ્યને ધ્યાને લઇ અમારે સ્કૂલમાં ફરજિયાત રજા પાળવાની નોબત આવી છે, શાળાના બારસો વિદ્યાર્થીઆેને રજા આપી દેવામાં આવી છે. હોસ્ટેલમાં રહેતા 800 વિદ્યાર્થીઆેને પણ તેમના ગામ અને ઘર મોકલવાની વ્યવસ્થા હાથ ધરાઇ છે, દુઃખની વાત એ છે કે આવું વિશાળ તંત્ર આજે ત્રણ-ત્રણ દિવસ થવા છતાં પણ આગને કાબુમાં કરી શક્યું નથી જેનો ભોગ અમારી શાળા બનવા પામી છે. નાછૂટકે અમારી શાળાને રજા જાહેર કરવી પડી છે જે મોટી દુઃખની વાત છે.

print

Comments

comments

VOTING POLL