ગોંડલ મગફળી અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં ધારાસભ્ય રીબડિયાની રિટ પિટિશન

February 13, 2018 at 1:30 pm


ગાેંડલ મગફળી ગોડાઉનમાં અિગ્નકાંડના ચકચારી પ્રકરણમાં વિસાવદરના કાેંગ્રેસી ધારાસભ્ય હર્ષદભાઇ રીબડિયાએ હાઇકોર્ટમાં અિગ્નકાંડની તપાસ નિવૃત હાઇકોર્ટ જજ અથવા સ્પેશયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અથવા સીબીઆઇને અથવા અન્ય તટસ્થ એજન્સીને સાેંપવામાં આવે અને હાઇકોર્ટના મોનિટરિ»ગ હેઠળ તપાસનો એકશન ટેકન રિપોર્ટ માગવામાં આવે એવી રિટ પિટિશન કરવામાં આવતા સહકારી જગત અને રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

ધારાસભ્ય રીબડિયા દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલ રીટમાં ગાંધીધામ મગફળી અિગ્નકાંડ અને બગડુ મંડળીના માટી અને પથ્થરો ભરી કરાયેલ કૌભાંડનો પણ સમાવેશ રાજકોટ જિલ્લાના ગાેંડલ મગફળી ગોડાઉનનો અિગ્નકાંડ (અનુ. છઠ્ઠા પાને)પ્રથમથી જ શંકાનાં દાયરામાં હોય ત્યારે રાજ્યની સરકારની જાણે આવા કરોડોની નુકશાની કરનાર કૌભાંડીયાઆેને ખુલ્લા પાડવાની કોઇ દાનત ન હોય. સમગ્ર કૌભાંડમાં ભીનું સંકેલવાનાં પ્રયાસો સામે વિસાવદરનાં ધરતીપુત્ર ધારસભ્યે કિશાનોનાં તેમજ સરકારની તિજોરીનાં કરોડોનાં નાણાંનું આવા કૌભાંડીયાઆેએ આગમાં આંધણ કરી નાખેલ છે. જે તપાસ હાલ રાજય સરકારના ગૃહ વિભાગની એજન્સી સીઆઇડી ક્રાઇમ બ્રાંચ કરી રહી છે. તે તપાસમાં રીબડિયાનો આક્ષેપ છે કે, મોટા મગરમચ્છોને જવાબદાર ગણવાને બદલે માત્રને માત્ર ગોડાઉનના રિપેરીગ કામ કરતા મજુરો અને ગોડાઉન માલીકને આ કરોડોના કૌભાંડમાં જવાબદાર ગણી તેમની ધરપકડ કરી સમગ્ર કૌભાંડની તપાસ પર પડદો પાડી દેવાની કોશીષ કરાઇ રહી હતી તેથી ખેડૂતોના હિતમાં સ્વખર્ચે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની ફરજ પડી હોવાનું જણાવાયું છે.

હાઇકોર્ટમાં જાહેર હિતની રીટ પિટિશનમાં રાજ્ય સરકાર સહિત, ડીઆઇજી, સીઆઇડી ક્રાઇમ (ગાંધીનગર), નાફેડ (અમદાવાદ), ગુજકોટ (અમદાવાદ)ને પક્ષકાર તરીકે જોડવા જણાવાયું છે તેમ કાર્યાલય મંત્રી વી.ટી.સીડાની યાદીમાં જણાવેલ છે.

print

Comments

comments

VOTING POLL