ગોંડલ વેરહાઉસમાં મગફળીના જથ્થામાં લાગેલી આગના કારણે શહેરનું વાતાવરણ પ્રદૂષિત

February 3, 2018 at 11:29 am


ગાેંડલના ઉમવાડા રોડ ઉપર આવેલ અને ટેકાના ભાવની ખરીદ કરાયેલ મગફળીના જથ્થામાં ગત મંગળવારના રોજ લાગેલા હજુ બુઝાઈ નથી ત્યારે વિકરાળ આગ ના ધુમાડાને લઈ શહેરનું વાતાવરણ પ્રદૂષિત થઈ જવા પામ્યું છે. શહેરીજનો શરદી ઉધરસ અને ગળું તેમજ આંખ બાળવાની ફરિયાદ કરી રહ્યા છે ત્યારે તંત્ર તાકીદે મગફળીનો જથ્થો છૂટો પાડી આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગાેંડલના ઉમવાડા રોડ ઉપર આવેલ રામરાજ્ય જીનીગ ના વેરહાઉસમાં ટેકાના ભાવની રખાયા 36 કરોડની મગફળીમાં આગ લાગવાની ઘટના માં તપાસનીશ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની ટીમને હજુ કોઈ પણ પગેરું મળ્યું નથી પરંતુ વિકરાળ આગ અને તેના ધુમાડાને લઈ શહેરનું વાતાવરણ પ્રદૂષિત થવા પામ્યો છે હવામાન કાર્બનનું પ્રમાણ વધ્યું હોય શહેરીજનો શરદી ઉધરસ અને ગળું પડવાની ફરિયાદો સાથે દવાખાના એ પૂછી રહ્યા છે તેમજ આ પડવાની પણ ફરિયાદ કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા મગફળીનો જથ્થો છૂટો પાડી તાકીદે આેલવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

હવામાં કાર્બન વધવા અંગે શહેરની ખાનગી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે કાર્બન ના પ્રïનના કારણે લોકોને પોઈઝનસ ઈફેક્ટ થાય તે સ્વાભાવિક છે જેની સીધી અસર ઉધરસ શરદી સાથે જોડાયેલ છે.

ગાેંડલના ઉમવાડા રોડ ઉપર આેક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કુલમાં વેરહાઉસમાં લાગેલી આગનો ધુમાડો અને રજ વ્યાપક પ્રમાણમાં આવી રહી હોય સ્કૂલના ટ્રસ્ટી જગદીશ સાટોડિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઆેના આરોગ્યને ધ્યાને લઇ અમારે સ્કૂલમાં ફરજિયાત રજા પાળવાની નોબત આવી છે, શાળાના બારસો વિદ્યાર્થીઆેને રજા આપી દેવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL