ગોંડલ હાઈવે પર ટોલનાકા નજીક આઈશરે રિક્ષાને ઠોકરે લેતાં મહિલાનું મોત: બેને ઈજા

February 17, 2017 at 11:45 am


રાજકોટ ગોંડલ હાઈવે પર ટોલનાકા નજીક ગઈકાલે સાંજે આઈશર ચાલકે રિક્ષાને ઠોકરે લેતાં ભોજપરાની કોળી મહિલાનું ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાઓને પણ ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. કોળી મહિલાની પાંચ પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના ભોજપરા ગામે રહેતી અને ગોંડલ હાઈવે પર ટોલનાકા પાસે આવેલા શક્તિમાન કારખાનામાં કેટરીંગમાં કામ કરતી બેના રમેશભાઈ પરમાર ઉવ.30 નામની મહિલા અન્ય બે મહિલાઓ સાથે ગઈકાલે સાંજે કામેથી ઘરે જવા માટે હાઈવે પર રીક્ષા કરી તેમા બેસવા જતી હતી ત્યારે પુરપાટ ઝડપે આવેલા જી.જે.14 એકસ 2055 નંબરના આઈશરના ચાલકે રીક્ષાને ઠોકરે લેતાં બેનાબેનનું ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાઓને ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડાયા હતાં.
પ્રાથીમક તપાસમાં મૃતક બેનાબેનને સંતાનમાં પાંચ પુત્રીઓ હોવાનું અને પતિ કારખાનામાં મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી કોળી પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.

print

Comments

comments

VOTING POLL