ગોકુલનગરમાં સમાધાન માટે બોલાવીને બે વ્યકિત પર કરાતો હુમલો

July 28, 2018 at 11:15 am


જામનગરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં સમાધાન માટે બોલાવીને આરોપીઆેએ બે વ્યકિતને ઢીકાપાટુ અને પાઇપ વડે માર મારી ઇજા પહાેંચાડયાની દરેડના બે શખ્સ સહિત ત્રણ સામે ફરીયાદ કરવામાં આવી હતી. જામનગરના નાઘેડી માધવગ્રીન પ્લોટ નં. 19/4માં રહેતા અને ચાની હોટલનો ધંધો કરતા કલ્પેશ હરદાસભાઇ કરમુર (ઉ.વ.23)ની માસીની પુત્રીનો ઝઘડો હોય જે માટે આરોપી રામશીએ ફોન કરીને સમાધાન માટે બોલાવેલ દરમ્યાન આરોપીઆેએ અપશબ્દો બોલી ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં ગઇકાલે કલ્પેશભાઇ તથા અન્યને ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપીએ પાઇપ વડે હુમલો કરીને સાહેદને બંને પગમાં ઘા ઝીકી ફ્રેકચર જેવી ઇજા પહાેંચાડી હતી. કલ્પેશભાઇએ સીટી-સી માં દરેડના રામશી કછોટ, રાજુભાઇ કછોટ, તેના મામા (રે. ગોકુલનગર સાયોના શેરી)ની વિરુધ્ધ ફરીયાદ નાેંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL