ગોધરા ટ્રેનકાંડ: આજે પાંચ આરોપીઓ સામે ચુકાદાની સંભાવના

August 27, 2018 at 11:38 am


વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર 59 કાર સેવકોને જીવતા જલાવી દેવાના કેસમાં આજે પાછળથી ઝડપાયેલા પાંચ આરોપીઓ સામે સ્પે. કોર્ટ ચુકાદો સંભળાવશે.આ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપીઓને કોર્ટે સજા કરી હતી. પરંતુ આ પાંચ આરોપીઓ સજાના ચુકાદા બાદ વર્ષ 2015-2016માં ઝડપાયા હતા. જેથી એસઆઇટીએ આરોપીઓ સામે સ્પે. કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.ગોધરા ટ્રેન હત્યાકાંડ કેસના ચુકાદા બાદ એસઆઇટીએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં હુસેન સુલેમાન મોહન,કસમ ભેમેદી, ફારુક ધાંતીયા,ફારુક ભાણા, ઇમરાન ઉર્ફે શેરુ ભટુકનો સમાવેશ થાય છે. આ કેસમાં જેલમાં રચવામાં આવેલી સ્પે. કોર્ટમાં ચાલી જતા સ્પે. સરકારી વકીલ જે એમ પંચાલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે અને પુરતા પુરાવા છે ત્યારે સજા થવી જોઇએ. નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2011માં 94 આરોપીઓ સામે કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં 31 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવી 11 આરોપીઓને ફાંસી અને 20ને આજીવન કેદની સજા ફટકારી હતી.

print

Comments

comments

VOTING POLL