ગોધાવી કેનાલમાંથી મળેલી લાશ મામલે હત્યાનો ગુનો દાખલ કરાયો

October 12, 2017 at 12:11 pm


અમદાવાદ નજીક આવેલા સાણંદના ગોધાવી કેનાલ પાસેથી મળી આવેલા મૃતદેહ મામલે બોપલ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામા આવ્યો છે.આ અંગે બોપલ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગોધાવી કેનાલ પાસેથી ગત ૩ ઓકટોબર-૨૦૧૭ના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરતા મૃતદેહ બોપલના વિપુલ સાકાભાઈ દેસાઈનો હોઈ તેના વાલી વારસોને આ અંગે જાણ કરવામા આવી હતી.બીજી તરફ તેના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા તેને તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી લાશ ફેંકી દેવામા આવી હોવાની વિગતો બહાર આવતા બોપલ પોલીસ દ્વારા આ મામલે અગાઉ અકસ્માતે મોતના નોંધવામા આવેલા ગુનાને હત્યાના ગુનામા તબદીલ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL