ગોમતીપુરમાં મેટ્રાે રૂટ પાસે અચાનક જ જમીન ધસી પડી

August 18, 2018 at 8:02 pm


શહેરના ગાેમતીપુર વિસ્તારમાં મેટ્રાે રેલ પ્રાેજેકટની કામગીરી દરમ્યાન આજે સિલ્વર ફલેટ પાસે જમીન ખાસ્સી એવી પાેચી પડી ધસી જતાં બહુ મોટા ગાબડા અને ભુવાની સ્થિતિ સજાૅઇ હતી. અચાનક જમીન ધસી પડતાં મેટ્રાે અને વહીવટી તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક સ્થાનિક ફલેટના 21થી વધુ મકાનાે ખાલી કરાવાયા હતા અને તેમાં રહેતા તમામ લોકોને સહીસલામત સ્થળે ખસેડી લેવાયા હતા. બીજીબાજુ, મેટ્રાે સત્તાધીશો અને તંત્રના અધિકારીઆેએ જમીન ધસી પડવાના કારણોની તપાસ કરી તેના પુરાણ અને રીપેરીંગની અરજન્ટ પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ જમીન એટલી હદે અંદર ધસી ગઇ હતી અને ગાબડા કે ભુવા એટલા મોટા હતા કે, ગમે તેટલી ટ્રકો પુરાણ નાંખતા હતા તાેય પુરાણ દેખાતું જ ન હતું. જેને લઇ સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું અને કોઇ મોટી દુર્ઘટના ના સજાૅય તેની પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતા. જો કે, મેટ્રાે સત્તાધીશોએ આ સમગ્ર મામલે યોગ્ય નિરાકરણ અને જરૂરી પગલાંની હૈયાધારણ આપી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મેટ્રાે રેલની કામગીરી દરમ્યાન પૂર્વમાં ગાેમતીપુર વિસ્તારમાંથી મેટ્રાેનાે ટનલ રૂટ પસાર થઇ રહ્યાાે છે અને તે અંગેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગઇકાલે શહેરમાં પડેલા ધોધમાર વરસાદ અને તેને પગલે ભરાયેલા વરસાદી પાણીને પગલે આજે આ રૂટ પર ગાેમતીપુર વિસ્તારમાં સિલ્વર ફલેટ નજીક અચાનક જમીન અંદર ધસી પડી હતી અને તેના કારણે બહુ વિશાળ ગાબડુ અને ભુવાની પરિસ્થિતિનું નિમાૅણ થયું હતું. જમીન ધસી પડવાની ઘટના જોઇ સ્થાનિક રહીશો પણ ગભરાઇ ગયા હતા. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં જ
મેટ્રાે સત્તાધીશો અને તંત્ર પણ દોડતું થઇ ગયુ હતુ કારણ કે, જો સ્થાનિક એપાર્ટમેન્ટ કે ફલેટ ધરાશયી થાય તાે મોટી જાનહાનિ સજાૅય તેવી દહેશત ઉભી થઇ હતી. તેથી મેટ્રાે સત્તાધીશો અને તંત્રના અધિકારીઆેએ તાત્કાલિક ઘટનાસ્થળે પહાેંચી સ્થાનિક ફલેટના 21 પરિવારોને ત્યાંથી અન્યત્ર સહીસલામત સ્થળે ખસેડયા હતા. જો કે, તેમના ઘરનાે માલ-સામાન ત્યાં જ રહેવા દીધો હતાે અને રહીશો અને પરિવારના લોકોને સહીસલામત સ્થળે ખસેડી દીધા હતા. ત્યારબાદ તંત્રના અધિકારીઆેએ તાત્કાલિક ધોરણે જમીન ધસી પડવાના કારણ અને તેના પુરાણની દિશામાં યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. જો કે, જમીન એટલી હદે ધસી પડી હતી અને ભુવા-ગાબડા એટલા ઉંડા અને વિશાળ હતા કે, ગમે તેટલી ટ્રકો પુરાણ નાંખ્યું તાેય જમીન પૂરાતી જ ન હતી, જેને લઇ સ્થાનિક રહીશોની ચિંતા પણ વધી ગઇ હતી. જો કે, બાદમાં મેટ્રાે સત્તાધીશોએ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ સ્થાનિક નાગરિકોને આશ્વાસન અને હૈયાધારણ આÃયા હતા કે, આ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરી લેવાશે અને ભવિ»યમાં કોઇ તકલીક કે દુર્ઘટના ના સજાૅય તેનું ધ્યાન રાખવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL