ગોરધનપર ગામની કરોડોની કિંમતની ખેતીની જમીન મામુલી રકમમાં પડાવી લેવાનો કારસો નિષ્ફળ

September 8, 2018 at 12:46 pm


જામનગર ખંભાળીયા હાઇવે ઉપર આવેલ ગોરધનપર મુકામે આવેલ મેર પરિવારની માલીકીની ખેતીની જમીન જુના રે.સ.નં પર/પૈકી-્ર4/પૈકી-1 નવા રે.સ.નં. 114 તથા જુના રે.સ.નં. પર પૈકી-3 નવા રેસ.નં. 115 તથા જુના રે.સ.નં. પર પૈકી-2 રે.સ.નં. 113 તથા જુના રે.સ.નં. પર પૈકી-4 પૈકી -2 વાળી ચાલી વીઘા સોનાના ટુકડા જેવી ખેતીની જમીન પુંજાભાઇ કારાભાઇ કારાવદરા વિગેરે મેર પરિવારની માલીકીની આવેલ છે તે ખેતીની જમીન સંબંધે રાજકોટના ભગવાનજીભાઇ કુરજીભાઇ ભાલારાએ જમીન માલીકો સાથે સોદો કરેલ અને રજીસ્ટર્ડ વેચાણ કરાર ખેતીનીજી જમીનનો રૂા. 21,00,000 પુરાનો કરેલ, જેમાં રૂા. 2,10,000 સુથી તરીકે ચુકવેલ હોવનું જણાવેલ જયારે બીજો નોટરાઇઝડ વેંચાણ કરાર રૂા. 13,26,00,000 પુરાનો કરેલ જે કરાર સંબંધે ભગવાનજીભાઇ કુરજીભાઇ ભાલારા દ્વારા જામનગરની દિવાની અદાલતમાં મેર પરિવારના સભ્યો પુંજાભાઇ કારાભાઇ કારવદરા વિગેરે સામે કરાર પાલનનો દાવો દાખલ કરેલ. આ કરાર પાલનનો દાવો રૂા. 21,00,000 ના રજીસ્ટર્ડ વેચાણ કરારને મુદો બનાવી દાખલ કરેલ જે દાવાનો સમન્સ મેર પરિવારના સભ્યોને બજતા મેર પરિવારના સભ્યો પોતાના વકીલ નાથાલાલ પી. ઘાડીયા મારફત અદાલત સમક્ષ ઉપિસ્થત થઇ વાદી ભગવાનજીભાઇ કુરજીભાઇ ભાલારાના દાવાનો વિસ્તૃત જવાબ તથા સામો દાવો દાખલ કરી એવી મહત્વની કાનુની તકરાર ઉઠાવેલ કે ભગવાનજીભાઇ કુરજીભાઇ ભાલારાએ સામાવાળા મેર પરિવારના સભ્યોને અંધારામાં રાખી ગેરરજુઆત અને છળકપટપુર્વક રજીસ્ટર્ડ વેચાણ કરાર ઉભો કરેલછે તે મેર પરિવારના સભ્યોને બંધનકતાર્ નથી. ભગવાનજીભાઇ કુરજીભાઇ ભાલારાએ અદાલત સમક્ષ રૂા. 13,26,00,000 નો નોટરાઇઝડ વેંચાણ કરાર થયેલ તે હકીકત અદાલત સમક્ષ છુપાવેલ જેથી સામાવાળા મેર પરિવારના વકીલ નાથાલાલ પી. ઘાડીયા દ્વારા અદાલત સમક્ષ સીવીલ પ્રાેસીજર કોડની જોગવાઇઆે અનુસાર ડીસ્કવરીની અરજી કરવામાં આવેલ, જે અરજી તળે અદાલત દ્વારા ભગવાનજીભાઇ કુરજીભાઇ ભાલારાને રૂા. 13,26,00,000 વાળો નોટરાઇઝડ વેચાણ કરાર રજુ કરેલ તેથી મેર પરિવારના ધારાશાંી દ્વારા એવી રજુઆત દલીલ કરેલ કે વાદી ભગવાનજીભાઇ કુરજીભાઇ ભાલારાએ તે નોટરાઇઝડ વેંચાણ કરાર મુજબ કરારનું પાલન કરેલ નથી, તેથી તેમનો દાવો ટકવાપાત્ર નથી, એટલું જ નહી જયા આ વિસ્તારમાં એક ચોરસ ફºટ જમીનનો ભાવ રૂા. 500 આસપાસ પ્રવર્તે છે તેવી જમીન મામુલી રકમમાં પડાવી લેવા માંગે છે. સામાવાળા મેર પરિવારના ધારાશાંી આવી વિસ્તૃત રજુઆતો તથા કાયદાકીય દલીલો ધ્યાને લઇ જામનગરના મે. પાંચમા એડી. સીનીયર સીવીલ જજ બી.કે. અવાશીયા દ્વારા વાદી ભગવાનજીભાઇ કુરજીભાઇ ભાલારાનો કરાર પાલનનો દાવો મંજુર કરવા હુકમ કરેલ જે હુકમ સામે ભગવાનજીભાઇ કુરજીભાઇ ભાલારાએ ગુજરાત રાજયની વડી અદાલત સમક્ષ સ્પે. સીવીલ એપ્લીકેશન દાખલ કરેલ, પરંતુ વડી અદાલતમાં પણ ભગવાનજીભાઇની પીછેહઠ થયેલ અને ભગવાનજીભાઇએ ગજુરાત હાઇકોર્ટ સમક્ષ કરેલ અપીલ તા. 24-8-2018ના રોજ વીથડ્રાે પરત પાછી ખેંચી લીધેલ છે. આ રીતે કરોડો રૂા. બજાર કિંમત ધરાવતી ખેતીની જમીનના વેંચાણ સામેના તમામ કાનુની અવરોધો અડચણ દુર થયેલા છે. આ ચકચારી કે.સમાં મેર પરિવારના સભ્યો પુંજાભાઇ કારાભાઇ કારાવદરા વિગેરે તરફે જામનગરના ધારાશાંી નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિતેન એસ. અજુડીયા, વિપુલ જે. જાની, અપિર્ત એમ. રુપાપરા, રવિન્દ્ર કે. દવે, રાકેશ સભાયા, હસમુખ એમ. મોલીયા રોકાયા હતા.

print

Comments

comments

VOTING POLL