ગોરીજાના દરીયામાં ડુબી જવાથી વૃધ્ધનું મોત

September 8, 2018 at 1:32 pm


દ્વારકા તાલુકાના ગોરીજા ગામના સમુદ્રમાં ડુબી જવાથી વૃધ્ધનું મૃત્યુ નિપજયુ હતું તેની ઉમર અંદાજે 55-60 વર્ષની ગણવામાં આવી હતી, હઠીભા માયાભા સુમાણી નામમના વૃધ્ધનું દરીયામા ન્હાવા ગયા હતા તે જગ્યાએ ચાર જાતના વહેણ જાય છે એ વહેણમાં આવી જાય છે તે તણાઇ જાય છે અને આ વૃધ્ધ વ્યકિત ત્યાં આજુબાજુની સીમમાં પશુઆેને ચરાવવા માટે ગયા હતા, પાણીમા ગરક થયાની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળ પર પહોચ્યા હતા અને અંદાજે 30 કલાક સુધી જહેમત બાદ મૃતદેહની શોધખોળ થઇ હતી. આેખા ફાયર બ્રિગેડના કર્મચારી માંડણભા જગતીયા અને તેની ટીમ દ્વારા આ કાર્યને સફળ કરવામાં આવ્યુ હતું આ બનાવથી ગોરીજા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL