ગોલ્ડ પોલિસીની તૈયારી માટે સરકારે એડ-હોક સમિતિ બનાવી

August 10, 2018 at 10:34 am


સરકારે વ્યાપક ગોલ્ડ પોલિસીની રચનાના પ્રથમ પગલાં તરીકે ઉદ્યોગ સાથે સંકળાયેલા ડઝન લોકોની એડ-હોક સમિતિ બનાવી છે. વાણિજય પ્રધાન સુરેશ પ્રભુના જણાવ્યા અનુસાર આ સમિતિ ગોલ્ડ અને જવેલરીની ડોમેસ્ટિક કાઉન્સિલનું માળખું તૈયાર કરશે. બુલિયન ટ્રેડરને પ્રતિનિધિત્વ મળશે, જે તેની વિશેષતા રહેશે.
પ્રભુએ મુંબઈમાં આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ જવેલરી શોમાં રેકોર્ડેડ સ્પીચમાં જણાવ્યું હતું કે, ભારતમાં પહેલી વખત અમે સ્થાનિક ગોલ્ડ કાઉન્સિલની રચના કરી રહ્યા છીએ. આપણા વડાપ્રધાનનું વિઝન ગોલ્ડને વિશ્ર્વબજારમાં નિકાસ કરતી કોમોડિટી બનાવવાનું છે. ભારતના લગભગ દરેક ગામડામાં જવેલર છે. તેઓ કસ્ટમાઈઝડ જવેલરી બનાવે છે. આપણી પાસે હેન્ડમેડ ઘરેણાં બનાવતા જવેલર્સ પણ છે. વૈશ્ર્વિક બજારમાં કસ્ટમાઈઝડ અને હેન્ડમેડ જવેલરીના વિકાસની પુષ્કળ સંભાવના છે. આપણે તેને પ્રોત્સાહન આપવું જોઈએ. તે ભારતમાં રોજગારી સર્જનને ઉતેજન આપશે. સ્થાનિક ગોલ્ડ કાઉન્સિલની રચના ઉપરાંત, અમે નિકાસને પ્રોત્સાહન આપવા સક્રિય છીએ અને અમે તેના માટે સ્ટ્રેટેજી તૈયાર કરી છે. એડ-હોક સમિતિમાં ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન (આઈબીજેએ), જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી), ભારત ડાયમંડ બૂર્સ (બીડીબી), તમિલનાડુ જવેલર્સ ફેડરેશન અને ઈન્ડિયા જવેલર્સ ફોરમ સામેલ હશે.

print

Comments

comments

VOTING POLL