ગોલ્ડ બારના વેચાણ માટેના નિયમો કડક બને તેવી સંભાવના

March 14, 2017 at 10:35 am


નોટબંધી પછી બુલિયન ડીલર્સે જૂની નોટોના બદલામાં ઉંચા પ્રીમિયમે ગોલ્ડ બારનું વેચાણ કરીને કાળાં નાણાંને સગેવગે કરવામાં મદદ કરી હતી પરંતુ હવે તેમના માટે રોકડ વેચાણ કરવાનું વધારે મુશ્કેલ બનશે. ઉદ્યોગનાં સૂત્રોએ અને બુલિયન ફેડરેશનના વડાએ જણાવ્યું કે સરકાર નવા નિયમો ઘડી રહી છે જેનાથી બેહિસાબી સોનાના ટ્રાન્ઝેકશન ખતમ થશે.
નામ જાહેર ન કરવાની શરતે બે અધિકારીએ કહ્યું કે સરકાર સોનાની ભૌતિક હેરાફેરીને અટકાવવા માગે છે. તે મુજબ સોનાનું વેચાણ માત્ર ડિલિવરી ઓર્ડરથી કરવામાં આવશે. ખરીદદારે સોનાનો જ્યાં સંગ્રહ થયો હોય તે વોલ્ટિંગ એજન્ટ્સ અથવા રિપોઝિટરી પાસેથી જ વાસ્તવિક ડિલિવરી લેવી પડશે. તેના કારણે ટ્રાન્ઝેકશનનો સંપૂર્ણ પતો મળશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ગોલ્ડ બારનું વેચાણ માત્ર જ્વેલરીના મેન્યુફેકચરિંગ માટે કરવામાં આવશે, બુલિયનના ટ્રેડિંગ માટે નહીં. એક અધિકારીએ કહ્યું કે, ‘સરકાર સોનાની આયાત ઘટાડવા માગે છે કારણ કે તેનાથી ચાલુ ખાતાની ખાદ્ય વધે છે અને પિયો દબાણમાં આવે છે. નાણામંત્રાલયના બ્યૂરોક્રેટ્સ ગોલ્ડ પોલિસીના નિયમો ઘડવા કામ કરી રહ્યા છે. મોટા ભારતના બુલિયન ડીલર્સે તેમનો બિઝનેસ પારદર્શક બનાવ્યો છે અને તેઓ વ્હાઈટમાં સોદા કરે છે પરંતુ દરેક જગ્યાએ કેટલાંક અપ્રમાણિક તત્વો હોય છે. હાલમાં ડિલિવરી ઓર્ડસ ફરજિયાત નથી. ડિલર્સનોમિનેટેડ બેન્કો અને એમએમટીસી જેવી એજન્સીઓ પાસેથી સોનાની આયાત કરે છે. કેટલાક અપ્રામાણિક ડીલર્સ તેમની ઓફિસ કે સ્ટોરમાં ગોલ્ડ બાર ટ્રાન્સફર કરીને બેહિસાબી નાણાંના બદલામાં એકસ્ચેન્જને તેનું વેચાણ કરે છે.
8 નવેમ્બરે 500 અને 1,000 દિવસની નોટ રદ કરવામાં આવી ત્યારે આમ થયું હતું. ડિલર્સ બે લાખ પિયા સુધીના ગોલ્ડ બાર ગ્રાહકોની ઓળખ પૂછ્યા વગર કરી શકે છે. બે લાખથી વધારે મૂલ્યના સોનાનું વેચાણ કરવા માટે ગ્રાહકનો પાન નંબર અથવા આધાર નંબર લેવો આવશ્યક છે. કેટલાક ડીલર્સ બિલને નાની રકમમાં વિભાજિત કરીને ગ્રાહકોને સુવિધા કરી આપે છે. ડિલિવરી ઓર્ડર ફરજિયાત બનાવીને સરકાર કોણ બુલિયન ખરીદે છે અને કયાં હેતુ માટે ખરીદે છે. તેના પર નજર રાખશે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલરી એસો.ના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું કે, તેઓ આવી ચોકકસ દરખાસ્ત વિશે માહિતગાર નથી પરંતુ સરકાર બુલિયનના વ્યાપારને વધારે પારદર્શક બનાવવા કામ કરી રહી છે. તેના માટે બુલિયન સ્પોટ એકસ્ચેન્જ સ્થાપાશે, સોવરિન ગોલ્ડ બોન્ડ રજૂ કરશે અને રોકાણના અન્ય વિકલ્પો રજૂ કરશે. એક અધિકારીએ કહ્યું કે સરકાર ઈલેકટ્રોનિક બુલિયન સ્પોટ એકસ્ચેન્જ સ્થાપવાની દિશામાં આગળ વધી રહી છે. તેના હેઠળ ગોડ બાર માટે એક સેન્ટ્રલ ડિપોઝિટરી રચાશે જેને સ્પોટ એકસ્ચેન્જ પર ટ્રેડ કરી શકાશે.

print

Comments

comments

VOTING POLL