ગોસા ગામે રાત્રીસભાનું આયોજન થતા લોકોએ અનેક પ્રશ્નો રજુ કર્યા

January 12, 2019 at 2:21 pm


ગોસા ગામે રાત્રીસભાનું આયોજન થતા લોકોએ અનેક પ્રશ્નો રજુ કરતા ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ કરવા અધિકારીઆેએ ખાતરી આપી હતી.
પોરબંદરના ગોસા ગામે જિલ્લા કલેક્ટર મુકેશ પંડéાના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજવામાં આવી હતી જેમાં સૌપ્રથમ જિલ્લા કલેક્ટર સહિત ઉપિસ્થત જિલ્લાનાં તમામ અધિકારીઆેએ ગ્રામજનોની રજુઆતો-પ્રશ્નો સાંભળ્યા હતા. ગોસાના ગ્રામજનોએ કેનાલ, પીવાના પાણી, જમીન માપણીને લગતા પ્રશ્નો સહિત સામુહિક જરૂરીયાત અંગેની રજુઆતો કરી હતી. જિલ્લા કલેક્ટરે તમામ ગ્રામજનોનાં પ્રશ્નો-રજૂઆતો સાંભળી ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ કરવા સબંધિત અધિકારીઆેને તાકીદ કરવા સાથે માર્ગદર્શન આપ્યું હતું.
રાત્રીસભામાં પ્રાંત અધિકારી કે.વી. બાટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. ધાનાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજય ચૌહાણ, જિલ્લા આરોગ્ય અધિકારી, ફિશરીઝ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત તમામ વિભાગનાં જિલ્લાકક્ષાનાં અધિકારીઆે ઉપિસ્થત રહી યોજના વિષયક બાબતોથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે પોરબંદર મામલતદાર જે.એમ. વાછાણી સહિત સબંધીત વિભાગના અધિકારીઆે ઉપિસ્થત રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL