ગૌહત્યા રોકવા જાનદાર કાયદો: ગુજરાતમાં કેટલાય મુસ્લિમ સુફી, સંતો, ઓલીયાઓ ગૌરક્ષા માટે શહીદ થયા

April 3, 2017 at 8:42 pm


ગાય એક માતા છે અને તેનો આદર કરવો તે સૌની માનવીય ફરજ છે. માતા કોઈપણ હોય મા શબ્દ આવે એટલે વાત્સલ્યની ઉર્મીઓમાં એક અનેરો ખળભળાટ સર્જાય છે અને માતાની ગોદમાં ઝીંદગીના તમામ ગમ ભુલવાની જયારે ભાગ્યશાળીઓને તક મળે છે એ ક્ષણને જ સ્વર્ગીય ક્ષણ કહેવાય છે. આજના મોબાઈલીયા, લેપટોપીયા અને ફાસ્ટટ્રેક પર દોડી રહેલા યુગમાં માતા-પિતાની સંભાળ રાખવાનું વિવેકભાન ખુબ ઓછું જોવા મળે છે તેવું આપણું સોશ્યલ સ્ટ્રકચર આજે જોવા મળી રહ્યું છે. વૃધ્ધ મા-બાપોને દારાસીંગ જેવા ખડતલ અને સશકત પુત્રો વૃધ્ધાશ્રમમાં મુકીને આવે છે અને માતાની સેવા કરીને પોતાના તમામ પાપ ધોઈ નાખવાનો અવસર રાજી ખુશીથી ચુકી જાય છે ! માતાની સંભાળ રાખવી તે દરેક સંતાનની ફરજ છે અને ગાયની રક્ષા કરવી એ સમગ્ર સમાજનો કર્તવ્યધર્મ છે. એટલા માટે જ ગુજરાત વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વિજય પાણીએ ગૌવંશની હત્યા પર પ્રતિબંધ મુકતો ખરડો પસાર કરાવ્યો અને ગૌહત્યા કરનારને આજીવન કેદની સજા ફટકારવાની તેમાં જોગવાઈ છે ઉપરાંત ા.1 થી 10 લાખ સુધીના દંડની પણ જોગવાઈ છે. આ ઐતિહાસિક પગલાને સૌએ આવકાર આપ્યો છે.

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સત્તાની ગાદી પર બેઠા ત્યારબાદ એમણે ઉત્તરપ્રદેશમાંથી ગેરકાયદે કતલખાના બંધ કરાવવાની શઆત કરાવી છે અને લાયસન્સવાળા કતલખાનાને પરેશાન નહીં કરવાની સમતોલ અને સંતુલિત નીતિ અપ્નાવી છે. તેને પગલે બીજા કેટલાક રાજયોએ પણ યોગી આદિત્યનાથના આ એકશનને ફોલો કરીને ગૌહત્યા અટકાવવા માટેના કાયદા લાવવાની જાહેરાત કરી છે અથવા તો ખરડા રજૂ કયર્િ છે. છત્તીસગઢમાં પણ ગૌહત્યાને કડક રીતે ડામી દેવા માટેનો કાયદો તૈયાર થઈ રહ્યો છે. આ ઉપરાંત બીજા પાંચથી છ જેટલા રાજયોમાં પણ ગૌવંશની હત્યાને રોકવા માટે સખત જોગવાઈવાળા કાયદા આવી રહ્યા છે. ગૌહત્યાને રોકવી તે ખરેખર સાં કામ છે અને પુણ્યનું કામ પણ છે. ભાજપ માટે તો આ કામ એક કાંકરે અનેક પક્ષી મારવા જેવું છે કારણકે પુણ્યની સાથે તેને રાજકીય લાભ પણ મળવાનો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જ ભાજપ્ને બહોળો લાભ થાય તેવી પણ જાણકારોની અપેક્ષા છે. આ અપેક્ષા પાછળનો તર્ક એવો છે કે ગૌહત્યાને રોકવા માટેનો સખત કાયદો બનાવીને ગુજરાતના મુખ્યમંત્રીએ લોકોની ધાર્મિક લાગણીને હકારાત્મક વાચા આપી છે અને એમના દિલ જીતી લીધા છે. સારી અને પ્રેરક વાત એ છે કે ગુજરાતમાં આપણા સમાજના દરેક વર્ગમાંથી આ પગલાને ટેકો મળી રહ્યો છે અને સૌ તેના વખાણ કરી રહ્યા છે.

જો કે ગૌરક્ષાનો મુદ્દો એવો છે કે તે લોકોની ધાર્મિક લાગણી સાથે જોડાયેલો છે માટે તેની સરાહના સર્વત્ર થઈ રહી છે અને લોકો આ પગલાથી ખુબ રાજી થયા છે. બધાને એ વાતની માહિતી છે જ કે જૈન સમાજ અને વિહિપ સહિતના સંગઠનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જીવદયાના મુદ્દા પર ગૌહત્યાને અટકાવવાની માગણી થઇ રહી હતી અને વારંવાર એ લોકો પોતપોતાની રીતે પ્રયાસો કરતાં જ હતા અને અંતે એમના આ મિશનને એક નક્કર દિશા સાંપડી છે અને એમની મહેનત ફળી છે તેવી લાગણી પણ આ વર્ગમાં દેખાઇ રહી છે. બહ ઓછા લોકોને ખબર હશે કે ગુજરાતમાં અનેક મુસ્લિમ ઓલીયા, પીર અને સુફી સંતો ગાયની રક્ષા કરવા માટે શહીદ થયા છે અને આજે પણ તેમના મઝાર પર હિંદુ-મુસ્લિમ અને દરેક કોમના બિરાદરો આવીને શીશ ઝુકાવી રહ્યા છે. રાજકોટની જ વાત કરીએ તો અહીં પીરવાડી ખાતે આવેલ પીર હાજી ઈબ્રાહીમશા બાપુ કાદરીની દરગાહ છે અને એમણે જસદણ પાસે વર્ષો પહેલા એક વિરાટ ગૌશાળા સ્થાપિત કરી હતી અને ગાયોની સેવા કરી હતી અને આજે પણ આ ગૌશાળા ચાલી રહી છે અને ત્યાં ગાયમાતાની સેવા ચાકરી થઈ રહી છે. ઈબ્રાહીમશા બાપુને લોકો બટેટાપીર તરીકે પણ ઓળખે છે. એમનો સંગાથ મેળવનારા લોકો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે ગાયોને જોઈને બાપુ હંમેશા લોકોને એમ કહેતાં કે ‘આ ગાયો તો મોટાપીરની જાનડીયું છે.’ એ જ રીતે કચ્છ તરફ નજર કરીએ તો ત્યાં હાજી પીરનો મઝાર છે અને તેઓ પણ ગાયોની રક્ષા કરવા માટે શહીદ થયા હતાં. એ જ રીતે આમરણમાં દાવલશા પીર પણ ગાયોની રક્ષા માટે ખુબ પ્રસિધ્ધ હતાં અને એટલા માટે જ તેઓ શહીદ થઈ ગયા હતાં. એમનો આધ્યાત્મિક પાવર એવો હતો કે એમણે એક વ્યંઢળને ત્યાં સંતાન પેદા કરાવી દીધું હતું. હજુ આવા ઘણા મુસ્લિમ સુફી સંતો, ઓલીયાઓ છે જેમણે જીવનભર ગાયોની સેવા કરી છે અને એમની રક્ષા કાજે જાનની કુરબાની આપી છે. એટલે ગાય છે એ કોમી એકતાનું પ્રતીક છે. સામાજિક એકતાને વધુ બળવતર બનાવે છે અને ભાઈચારાની ભાવનાને વધુ પ્રબળ બનાવે છે. જો આ વાતને આપણે ઈમોશ્નલી જોઈએ તો કોઈની પણ મા કોઈપણ અજાણ્યા માણસ માટે હંમેશા પુજનીય જ હોય છે. માના ખોળામાં એવી હંફ છે કે સેંકડો સમંદરોને પણ ખાલી કરી નાખે. માની મહત્તા તો એટલી છે કે તેની સરખામણી અને તેના સ્ટાન્ડર્ડની કમ્પેરીઝન ખુદ ઈશ્ર્વર સાથે જ થઈ શકે છે અને તેનાથી નીચે પણ તેની સરખામણી થઈ શકે નહીં. ગૌરક્ષા માટે મુખ્યમંત્રીએ જે પગલું લીધું છે તે ખરેખર સલામ કરવાને પાત્ર છે પરંતુ સાથોસાથ એમને એમ પુછવાનું મન પણ થાય છે કે દાબંધીનો કાયદો પણ વર્ષોથી અમલમાં છે ત્યારે ગુજરાતમાં દા ખુલ્લેઆમ વેચાય છે અને પીવાય છે તો પછી ગૌહત્યાનો આ કાયદો કડક સ્વપમાં જે પસાર થયો છે તેના હાલ પણ એવા નહીં થાય ને ? ગૌહત્યા કરનારને આજીવન કેદની સજાની જોગવાઈ રાખવામાં આવી છે પરંતુ કેસ થાય તો જ તેનો અમલ શકય છે અને જો કેસ જ ન થાય તો ગમે તેવા લોખંડી કાયદા પણ માટીપગા બની જતા હોય છે માટે અમલીકરણ જો ચુસ્ત રીતે કરાવવું હોય તો સજાગતા જરી બનશે. ગાયની હત્યાને રોકવા માટે કાયદો લાવવો પડે તે આજની માનવતા સામે ઓલરેડી એક તહોમતનામું જ છે. આ વાત પરથી આજની યંગ જનરેશનને એમ કહેવાનો પણ અવસર છે કે પોતાની જનેતાની સેવા કરવાનું પણ તે ભુલે નહીં તો તેમના માટે સ્વર્ગ આ દુનિયામાં જ હાજર છે.

print

Comments

comments

VOTING POLL