ગ્રામરક્ષક દળના જવાનોના ધાડેધાડા કલેકટર કચેરીમાં ઉમટયા: દેખાવ-સૂત્રોચ્ચાર

September 13, 2017 at 3:13 pm


રાજકોટ જિલ્લા ગ્રામ રક્ષકદળના જિલ્લા નાયકો, તાલુકા નાયકો, વિરાજ દેવમુરારી, જયદેવભાઈ ડોડિયા, બાબુભાઈ રામાણી, અશોકભાઈ શાપર, પ્રવીણભાઈ મેર, દેવેન્દ્રભાઈ મેર, સંદીપભાઈ ડાવેરા, ડેનીશ પીપળિયા, હરેશ રાઠોડ, મનોજ વ્યાસ વગેરેની આગેવાની હેઠળ આજે જૂની કલેકટર કચેરીએ ગ્રામ રક્ષકદળના જવાનોના ધાડેધાડા ઉતરી પડયા હતા અને પગાર વધારા સહિતની પોતાની વિવિધ માગણીઓ સંદર્ભે દેખાવો યોજી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવાયા મુજબ 1947માં ગ્રામ રક્ષકદળની સ્થાપ્ના કરવામાં આવેલ છે ત્યારથી જીઆરડીના જવાનો પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થાનું પાલન-જતન કરવાની ફરજ બજાવે છે. જીઆરડીના જવાનો પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થાનું પાલન-જતન કરવાની ફરજ બજાવે છે. જીઆરડીના જવાનો રાત્રી ફરજ વીઆઈપી બંદોબસ્ત, ચૂંટણી ફરજ, ધાર્મિક તહેવારો, માનવ સર્જિત કે કુદરતી આફતો સમયે કે તોફાનો વખતે નિષ્ઠાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા ફરજ બજાવે છે તેમ છતાં આજદિન સુધી જીઆરડીના જવાનને સરકારી કે કર્મચારીના નીતિ નિયમો ફરજો લાગુ પડે છે પણ તેમને સરકારી કર્મચારી કે અર્ધસરકારી કર્મચારી ગણવામાં નથી આવતા કે નથી લાભ મળતો.
હાલમાં ગ્રામ રક્ષકદળ સભ્યને ા.100 દૈનિક ભથ્થું અને ા.30 બસ ભાડું તેમ મળીને કુલ ા.130 આપવામાં આવે છે. આવી કાળઝાળ મોંઘવારીમાં જીઆરડીના જવાનો પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવી શકાય એ એક મોટો પ્રશ્ર્ન છે.
સરકાર દ્વારા હોમગાર્ડ સભ્યને ા.300 દૈનિક ભથ્થું આપવામાં આવે છે. જ્યારે જીઆરડીના સભ્યને ા.100 દૈનિક ભથ્થું આપવામાં આવે છે જે હાલની મોંઘવારીમાં વેતન બહ જ કહેવાય (એક મજાક સમાન છે.) જીઆરડી પાસેથી હોમગાર્ડ જેવી જ ફરજો લેવામાં આવે છે પરંતુ સમાન વેતન સરકાર દ્વારા દેવામાં આવતું નથી તે કુદરતી ન્યાયના સિધ્ધાંત વિધ્ધ છે.
આપ્ને અમારા જીઆરડીના સભ્યો દ્વારા માનસર વિનંતી કરવામાં આવે છે કે અમારા દૈકિ ા.300 મળવા જોઈએ. હોમગાર્ડની હરોળમાં કારણ કે હાલમાં કારમી મોંઘવારી છે જેના કારણે ટૂંકા પગારમાં અમારું ગુજરાન ચલાવવું ખુબ જ કઠીન છે. આ ટૂંકા પગારને કારણે અમો સતત ચિંતાગ્રસ્ત રહીએ છીએ. આ અમારી ઉપરોકત મુશ્કેલીને ધ્યાને લઈ અમારા જીઆરડીને હોમગાર્ડને મળતા તમામ વેતન, ભથ્થું, ભાડું વિગેરે લાભો જીઆરડીના સભ્યોને મળે તેવી રાજકોટ જિલ્લાના તમામ નાયક તથા સભ્યોની માગણી છે.

print

Comments

comments

VOTING POLL