ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પરિણામો જાહેર: ઠેર-ઠેર ઉજવણી

February 6, 2018 at 11:16 am


સૌરાષ્ટ્ર-કચ્છની 649 સહિત રાજ્યની 1423 ગ્રામ પંચાયતોમાંથી સમરસ અને બિનહરીફ જાહેર થયેલી પંચાયતો સિવાયની ગ્રામ પંચાયતોની ચૂંટણી ગયા રવિવારે યોજવામાં આવી હતી. આજે તમામ તાલુકા મથકોએ સવારે 9 વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થયો હતો અને એકાદ કલાકમાં જ મોટાભાગના પરિણામો જાહેર થઈ ગયા છે.
પ્રથમ વખત ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો હતો અને તેના કારણે ગણતરી ફટાફટ પુરી થઈ ગઈ હતી. તમામ તાલુકા મામલતદાર કચેરીએ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી અને ઉમેદવારો, તેના સમર્થકો અને ગ્રામજનોના ટોળેટોળાં વહેલી સવારથી જ તાલુકા મામલતદાર કચેરીએ ઉમટી પડયા હતા. પરિણામો જાહેર થતાં જ ઢોલ-નગારા વગાડી મોં મીઠા કરાવી વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ તાલુકામાં એકમાત્ર બારવણ ગ્રામ પંચાયતની બે વોર્ડની બે બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી. તાલુકા મામલતદાર ખાનપરા, નાયબ મામલતદાર વિજયભાઈ વસાણી સહિતની ટીમે સવારે 9-15 વાગ્યાથી મત ગણતરી હાથ ધરી હતી અને 10 વાગ્યા સુધીમાં તમામ કામગીરી પુરી કરી નાખી હતી.

print

Comments

comments

VOTING POLL