ગ્રાહકો માટે જિયો લાવ્યું દિવાળી ઉપહાર…

October 12, 2017 at 11:15 am


રિલાયન્સ જિયો દિવાળી પર પોતાના ગ્રાહકો માટે ખાસ ભેટ લઈને આવ્યું છે. ૩૯૯ રૂપિયાનું રિચાર્જ કરાવવાથી હવે ગ્રાહકોને ૧૦૦ ટકા કેશબેક મળી શકે છે. કંપનીએ આ અંગે સુચના આપતાં કહ્યું છે કે આ ઓફર ૧૨થી ૧૮ ઓકટોબર સુધી માન્ય છે. જિયોની આ ઓફરને દિવાળી ધન ધના ધન ઓફર નામ આપવામાં આવ્યું છે.

આજથી શરૂ થઈ રહેલી આ ઓફર દિવાળીના એક દિવસ પહેલાં ખતમ થઈ જશે. આ દરમિયાન રિચાર્જ કરાવનારા લોકોને ૫૦ રૂપિયાના ૮ વાઉચર મળશે. આ વાઉચરનો ફાયદો ભવિષ્યમાં ૩૦૯ રૂપિયા અથવા તેનાથી વધુના રિચાર્જ અથવા ૯૧ રૂપિયાથી વધુના ડેટાવાળા રિચાર્જ પર ઉઠાવી શકાશે.
એક વખતમાં માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકાશે અને તે મણ ૧૫ નવેમ્બર બાદ જ કરાઈ શકાશે. તમારે ૫૦ રૂપિયાનું વાઉચર મેળવ્યા બાદ ભવિષ્યમાં ૩૦૯ રૂપિયાનું રિચાર્જ કરાવશો તો તમારે માત્ર ૨૫૯ રૂપિયા જ ચૂકવવાના રહેશે. જેની વેલિડીટી બચેલી હતી તેઓ પણ આ પ્રયોગ કરી શકે છે. ૩૯૯ રૂપિયાવાળા રિચાર્જનો લાભ તેમના ચાલી રહેલા રિચાર્જની વેલિડીટી પૂરી થયા બાદ મળશે. આ ઓફર માઈ જિયો એપ, જિયો વેબસાઈટ, જિયો સ્ટોર્સ, રિલાયન્સ ડિઝિટલ સ્ટોર પર ઉપલબ્ધ છે.

print

Comments

comments

VOTING POLL