ઘરઆંગણા જેવી જ સફળતા વિદેશોમાં મેળવીશું તો ભારત ગ્રેટેસ્ટ વન-ડે ટીમોમાં ગણાશે: વિરાટ

September 30, 2017 at 11:32 am


ભારત મહેમાન દેશ ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની વર્તમાન વન-ડે શ્રેણી જીતી ચૂક્યું છે, પરંતુ ગુરુવારે અહીંના હાઇ-સ્કોરિંગ મુકાબલામાં જોવી પડેલી હારથી કેપ્ટન વિરાટ કોહલી હતાશ છે. ઑસ્ટ્રેલિયાએ 100મી વન-ડે રમી રહેલા ડેવિડ વોર્નરના 124 રન તેમ જ સાથી-ઓપ્નર ઍરોન ફિન્ચના 94 રનની મદદથી પાંચ વિકેટે 334 રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ભારત 50 એાવરમાં 8 વિકેટે 313 રન બનાવી શક્તાં 21 રનથી હારી ગયું હતું. ભારત વતી ઓપ્નરો રોહિત શમર્િ અને અજિંક્ય રહાણે વચ્ચે 106 રનની ભાગીદારી થઈ હતી. જોકે, ત્યાર બાદ એવી મોટી પાર્ટનરશિપ નહોતી થઈ શકી. વિરાટે કહ્યું હતું કે રોહિત-રહાણે જેવી બીજી મોટી ભાગીદારી થઈ હોત તો ભારત જીત્યું હોત. ભારતીય ટીમે બેટિંગ ઘણી સારી કરી, પણ આ ઑસ્ટ્રેલિયાનો દિવસ હતો એટલે અમારે છેવટે પરાજય જોવો પડ્યો. હાર્દિક પંડ્યા (41 રન) અને કેદાર જાધવ (67 રન) વચ્ચે ચોથી વિકેટ માટે 78 રનની ભાગીદારી થઈ હતી, પણ એ જીતવા માટે પૂરતી નહોતી.

આ પરાજય સાથે ભારતની લાંબી વિજયકૂચ અટકી ગઈ હતી. વિરાટના સુકાનમાં ભારત સતત 9 વન-ડે જીત્યા પછી હવે હાર્યું છે. દરમિયાન, વિરાટે મેચ પછી એવું પણ કહ્યું હતું કે જો વર્તમાન ટીમ ઘરઆંગણા જેવી જ સફળતાઓ વિદેશી ધરતી પર પણ મેળવશે તો વન-ડેની શ્રેષ્ઠત્તમ ટીમોમાં ગણાવા લાગશે. ભારતીય ટીમમાં વિશ્ર્વની ગ્રેટેસ્ટ-એવર ટીમ બનવાની તાકાત છે, એવું સુનીલ ગાવસકરે તાજેતરમાં કહ્યું એના પ્રત્યાઘાતમાં વિરાટે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટીમ માટે આ બહુ સારી શુભેચ્છા કહેવાય. આવું ગાવસકર કહી રહ્યા હોય એ નોંધનીય બાબત કહેવાય, કારણકે તેમણે છેલ્લાં થોડા વર્ષોમાં ઘણી ટીમોનું મૂલ્યાંકન કર્યું છે.

print

Comments

comments

VOTING POLL