ઘર ખરીદનારાઆેને રાહત આપતો નિર્ણય ટળ્યો

January 11, 2019 at 11:09 am


જીએસટી પરિષદની મળેલી બેઠકમાં મકાન ખરીદારો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાહત આપતો નિર્ણય લેવાઈ શક્યો નહોતો. રાજ્યો વચ્ચે મતભેદને પગલે આ નિર્ણય લેવા માટે મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી ત્યારે હવે આવતાં મહિને મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાય તેવી સંભાવના છે.

જીએસટી પરિષદની બેઠક બાદ અરુણ જેટલીએ કહ્યું કે રાજ્યો વચ્ચે સહમતિ સાધવા માટે સાત સભ્યોની કમિટીની એક રચના કરવામાં આવી છે. આ કમિટી લોટરી ઉપર કર વધારવાના મુદ્દે પણ રાજ્યોના નાણામંત્રીઆે સાથે મંત્રણા કરશે. ઉલ્લેખનીય છે કે નિમાર્ણાધીન ઘર પર જીએસટી 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો પ્રસ્તાવ હતો જેના કારણે મકાન ખરીદારોને મોટી રાહત મળી શકતી હતી. સાથે જ નિમાર્ણાધીન મકાનોનું વેચાણ ન થવાથી પરેશાન બિલ્ડરોને ફંડનું સંકટ પણ દૂર થઈ શકે છે. અત્યારે નિમાર્ણાધીન મકાનોના કબાજામાં મોડું થવાને કારણે ખરીદાર તૈયાર મકાનો ખરીદવાનો જ આગ્રહ રાખી રહ્યા છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જાય તો બિલ્ડરોએ જીએસટી કર કોઈ ઈનપુટ ક્રેડિટ આપવી પડશે નહી.

બીજી બાજુ ડેવલપરોએ નિમાર્ણાધીન ઘર પર જીએસટી ઘટાડવાને લઈને પણ મત આપ્યો છે. ટયુલિપ ઈન્ફ્રાટેકના સીએમડી પ્રવીણ જૈને કહ્યું કે જો ટેક્સ ઘટાડવાની સાથે બિલ્ડરોને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ટેક્સ રિફંડ)નો લાભ આપવામાં આવશે નહી તો નિમાર્ણાધીન પરિયોજનાઆે અને ઘરની કિંમત વધશે.

print

Comments

comments

VOTING POLL