ઘોઘા રોડ પર વિકાસ કાર્ય માટે દિવસોથી ખાડા ખોદીને મુકી દેવાતા નાગરિકો ત્રસ્ત

February 3, 2018 at 11:49 am


આડેધડ ખોદકામ બાદ હવે રોડનુ કામ કરવા કોઇ ડોકાતુ નથી ! ઃ સોસાયટીના રહીશો અને વેપારીઆે ત્રાહીમામ, નાના-મોટા અકસ્માતની રોજીંદી ઘટના
ઘોઘારોડને પહોળો કરવા મંત્રેશ કોમ્પ્લેક્ષથી નવી ફાતીમાં કોન્વેન્ટ સ્કુલ સુધી આડેધડ ખોદકામ છેલ્લા દોઢ માસથી કરવામાં આવેલ છે. આ રોડ ઉપર સતત વાહન વ્યવહાર ભરચક રહે છે રોડની એક સાઇડ પંદર ફºટ જેટલો પહોળો ખાડો અને ચાર ફºટ જેટલો ઉંડો ખાડો ખોદી નાખેલ છે.
આ રોડ ખોદેલ હોવાથી ડ્રેનેજ પાણી તથા ટેલીફોનની લાઇનો ઠેક ઠેકાણે તુટી ગયેલ છે અને ગટરના પાણી ખાડામાં ભરાય રહેલ છે. આ વિસ્તારમાંથી ચુંટણી વખતે કહેવાતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મતદાન કરાવવા માટે બહુ જ જોર કરે છે પણ વિકાસના કામમાં કોઇને પણ રસ નથી. આ ઘોઘા રોડ પરથી મેયર અને અનેક રાજકારણીઆે દિવસના 3 થી 4 વખત પસાર થાય છે પણ તેઆેની પણ આંખો ઉઘડતી નથી !!
આ વિસ્તારની સોસાયટીના લોકો અને નાના-મોટા વેપારીઆેને પણ ધંધા રોજગારમાં અસü મુશ્કેલીઆે પડી રહી છે અને આ રોડ પર નાના-મોટા ગંભીર અકસ્માતો થાય છે.

print

Comments

comments

VOTING POLL