ઘોડા સોનાના નહીં પરંતુ પીતળ જેવી ધાતુના હોવાનું પુરવાર!

May 18, 2017 at 1:06 pm


પોરબંદર નજીકના ઓડદર ગામે છેલ્લા કેટલાક દિવસોથી એવી વાત વહેતી થઇ હતી કે, આશ્રમની ધાર્મિક જગ્યામાંથી સોનાના ઘોડા જમીનમાંથી નિકળા છે અને તેના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટતા હતા આથી વહીવટીતંત્રએ પુરતી તપાસ કરતા તે ઘોડા સોનાના નહીં હોવાનું પુરવાર થતાં તેનો કબ્જો લઇને સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે.
પોરબંદરના ઓડદર ગામે એકાદ મહીના પહેલા છાંયામાં રહેતા ભુવા ભીખુભાઇએ એ એવું જણાવ્ું હતું કે, પોતે વાછરાડાડાના ભુવા છે અને તેમને આવેલા સ્વપ્ન અનુસાર ગોરખનાથજી મંદિર અને સિકોતેર મંદિર નજીકની કોઇ આશ્રમની આ પડતર જમીનમાં સોનાના ઘોડા છે અને તેને બહાર કાઢવાનો આદેશ છે અને સ્વપ્નામાં જણાતા સ્થળે તલવારથી ખોદકામ કરીને બહાર કાઢવામાં આવતા માત્ર પોણા ફત્પટનો ખાડો કરવામાં આવતા બે ઘોડા પ્રાપ્ત થયા હતા અને તે છ કીલો વજનના સોનાના હોવાનું જણાવીને આ ભુવાએ તેનું વિધીવત સ્થાપન, પુજન, અર્ચન કર્યુ હતું અને તેથી આ વાત વહેતી થતાં ભકતોની ભીડ પણ એકઠી થતી હતી એટલું જ નહીં પરંતુ સોશ્યલ મીડીયાના માધ્યમથી પણ ફોટા ફરતા કરી દેવાતા અનેક શ્રધ્ધાળુઓ સોનાના ઘોડાના દર્શનાર્થે આવતા હતા અને છ કીલો વજન ધરાવતા આ ઘોડા ૧૦૦૦ વર્ષ જુના હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો પરંતુ સ્પષ્ટ્રપણે નજરે ચડતું હતું કે, ૧૦૦૦ વર્ષ જુના ઘોડા આ રીતે ચમકતા હોય નહીં!
દરમિયાનમાં ઓડદર ગામે વધતી જતી ભકતોની ભીડ ને લીધે પોલીસ બંદોબસ્ત પણ ત્યાં અવાર–નવાર મુકાતો હતો અને જાહેર જગ્યાએથી આ રીતે ઘોડા મળ્યા હોવાથી જીલ્લા કલેકટર કાલરીયાની સુચનાથી મામલતદાર સોલંકી અગાઉ ત્ાં રૂબરૂ ગયા હતા અને તેમણે ભુવાને સુચના આપીને ઘોડાનો મુદ્દામાલ તંત્રને સોંપી દેવા જણાવ્ું હતું પરંતુ ભુવાએ પુજન અને ધામિર્કવિધી બાકી હોવાથી મુદ્દત માંગી હતી તેથી સરકારી તંત્રએ પણ મુદ્દત આપીને વિધી કરવા દીધી હતી.
મુદ્દત પૂર્ણ થતાં મામલતદારની સુચનાથી સર્કલ ઓફીસર ચૌહાણ તથા સ્ટાફને પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં મોકલીને તપાસ કરવામાં આવી હતી અને એ બન્ને ઘોડા પિતળ જેવી ધાતુના હોવાનું જણાું હતું આથી સરકારી તિજોરીમાં જમા કરવા માટેની કાર્યવાહી કરી હતી અને તેનો કબ્જો લઇને તિજોરીમાં જમા કરી દીધા હોવાનું મામલતદારે જણાવ્ું હતું અને એ કામગીરીમાં ગ્રામજનોએ પણ રોજકામ કરવામાં પુરેપુરો સહકાર આપી દીધો હતો તેમ મામલતદારે જણાવ્ું હતું.

print

Comments

comments

VOTING POLL